ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

કાલે પીએમ મોદી ફરી ગુજરાત આવશે, અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહોત્સવ ખુલ્લો મુકશે

Text To Speech

અમદાવાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (BAPS)ના પ્રણેતા પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી આવતીકાલથી આગામી તા.15 જાન્યુઆરી સુધી થવા જઈ રહી છે. તેના માટે શહેર નજીક એક આખું અલગ સ્વામિનારાયણનગર વસાવવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોની જાંખી સહિતની અનેક કૃતિઓ લાખો નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવનાર છે ત્યારે કાલે પીએમ મોદી ફરી એકવાર અમદાવાદ આવશે અને તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં યોજાશે કાર્યક્રમ

અમદાવાદમાં 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી દરમ્યાન યોજાનાર આ મહોત્સવમાં દેશ–વિદેશના લાખો ભકતો હાજરી આપવાના છે. આ મહોત્સવ માટે બનાવવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, યોતિ ઉધાન અને લાઇટ–સાઉન્ડ શો સાથે અનેક આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના એસપી રીંગરોડ પર 600 એકરમાં નગર બનાવવામાં આવેલું છે. ઉદઘાટન સમારોહમાં ત્રણ લાખ ભકતો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કાર્યક્રમમાં આવનાર મહેમાનોને રહેવા અપાશે આવાસ

આ મહોત્સવમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેબિનેટના સિનિયર સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અનેક મહાનુભાવો હાજરી આપવાના છે. આ ઉત્સવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન 1000 આવાસ વિનામૂલ્યે રહેવા માટે આપશે. આ ઉત્સવના સ્થળે પ્રમુખ સ્વામી મહારાજની 100 જેટલી મૂર્તિઓ પણ વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે.

 

Back to top button