આવતી કાલે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજાશે, જાણો શું છે સમગ્ર મામલો
આવતીકાલે નવા વર્ષની શરુઆતમાં જ સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલી યોજાવાની છે.
આવતી કાલે સમગ્ર દેશમાં રેલી યોજાશે
આવતી કાલે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિતાણા ખાતે શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે અમદાવાદના તમામ જૈન સંઘો દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા જૈન સમાજે માંગ કરી છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલી યોજાવાની છે. આવતી કાલે યોજાનાર આ મહારેલીમાં સેંકડો જૈનો જોડાશે.
જાણો શુ છે સમગ્ર મામલો
છેલ્લા કેટલાક મહિનાઓથી જૈનોના વિશ્વવિખ્યાત મહાતીર્થ શત્રુંજય ઉપર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ બાબતને લઈને અનેક વખત સરકારને ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ આ અસામાજિક તત્વોએ પ્રભુ આદીનાથના પગલા ખંડિત કર્યા હતા અને શત્રુંજય ગિરિરાજ ઉપર સીસીટીવી કેમેરા અને બોર્ડેને પણ નુકસાન પહોંચાડયું હતું. આવા અનેકવિધ ગંભીર પ્રશ્નોને લઈને મહાતીર્થની પવિત્રતા જળવાયેલી રહે અને મહાતીર્થ સુરક્ષિત રહે તે માટે તે માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 31St પ૨ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : અમદાવાદમાં અહીં ભૂલથી પણ સાંજે વાહન લઈને ન નીકળતા