આવતીકાલે જયા એકાદશીઃ આ કામ કરજો, પરંતુ આ ભુલો ન કરતા
મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે. જયા એકાદશીને મહત્ત્વપુર્ણ વ્રતોમાંથી એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી વયક્તિના તમામ દુઃખ દુર થઇ જાય છે. આ એકાદશીને ખુબ પુણ્યશાળી એકાદશી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જયા એકાદશીનુ વ્રત કરવાથી વ્યક્તિ નીચ યોનિ જેમ કે ભુતપ્રેત અને પિશાચની યોનીમાંથી મુક્ત થઇ જાય છે. આ વખતે જયા એકાદશીનું વ્રત 1 ફેબ્રુઆરી 2023ના રોજ આવે છે. જયા એકાદશીના દિવસે કેટલાક કાર્યોને વર્જિત માનવામાં આવે છે.
મોડા ન ઉઠો
જયા એકાદશીને ભગવાન વિષ્ણુની આરાધનાનો શુભ દિવસ માનવામાં આવે છે. તેથી સવારે જલ્દી ઉઠી જાવ અને સાંજે કે બપોરે સુવાનું ટાળો.
ખાવા પીવા પર સંયમ રાખો
એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની આરાધના માટે રાખવામાં આવે છે. તેથી જયા એકાદશીના દિવસે તમારે ખાણીપીણીમાં સંયમ રાખવો જોઇએ અને સાત્વિકતાનુ પાલન કરવુ ખુબ જરૂરી છે.
ભાતનું સેવન ન કરો
એકાદશીના દિવસે ભુલથી પણ ભાતનું સેવન ન કરો. કેમકે એવુ માનવામાં આવે છે કે જે મનુષ્ય એકાદશીના દિવસે ભાત ખાય છે તે જમીન પર ચાલતા જીવડાંની યોનિમાં જન્મે છે.
લડાઇ ઝઘડા ન કરો
શાસ્ત્રો અનુસાર તમામ તિથિઓમાં એકાદશી ખુબ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે કઠોર શબ્દોનો પ્રયોગ ન કરો. કોઇ પણ પ્રકારના લડાઇ-ઝઘડાથી દુર રહો. એકાદશીના દિવસે ક્રોધ કરવાથી બચો. આ દિવસે જુઠ્ઠુ પણ ન બોલવુ જોઇએ. કોઇનું અપમાન ન કરવુ જોઇએ.
બ્રહ્મચર્યનું પાલન કરો
જયા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઇએ. આ દિવસે શ્રદ્ધાભાવથી ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઇએ. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
શું છે શુભ મુહુર્ત
જયા એકાદશી 31 જાન્યુઆરીએ રાતે 11.53થી 1 ફેબ્રુઆરી બપોરે 2.01 સુધી હશે. જોકે ઉદયા તિથિ અનુસાર એકાદશી 1 ફેબ્રુઆરીએ મનાવાશે. તેના પારણાનો સમય સવારે 7.09 વાગ્યે છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને પહેલીવાર ઠંડી લાગી, કાશ્મીરમાં ટી-શર્ટ સાથે પરંપરાગત ‘ફિરન’ પહેર્યું