ગુજરાતધર્મ

આવતીકાલે ચંદ્ર ગ્રહણના કારણે ગુજરાતનું આ મંદિર રહશે બંધ, તેમજ આ મંદિરના સમયમાં ફેરફાર

Text To Speech

આવતી કાલે કારતક સુદ પૂનમન છે જેના કારણે મંદિરોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. પણ આવતી કાલને 8 તારીખે વર્ષનું અંતિમ ગ્રહણ પણ છે. આથી ચંદ્ર ગ્રહણથી ધાર્મિક પુજા-વિધિને ગ્રહણનું વેધ લાગતુ હોવાથી ગુજરાતનું મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કેટલાક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કારતક પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે શ્રદ્ધાળુ દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે આ વખતે ગ્રહણ વિઘ્ન બન્યુ છે જેના કારણે દેવ દિવાળી પણ એક દિવસ અગાઉ એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. પણ કારતક પૂનમના કારણે કેટલાય લોકો મંદિર દર્શનાર્થે જતા હોય છે ત્યારે આ પહેલા જાણવું જરુરી છે કે આ દિવસે કયા મંદિરો બંધ રહશે.

ચંદ્ર ગ્રહણના કારણે આ મંદિર રહશે બંધ

અંબાજી મંદિરને” ગ્રહણના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30થી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર પરિસર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તેમજ સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે.

આ પણ વાંચો:કારતક પૂર્ણિમાના દિવસે ગ્રહણ, આથી આજે ઉજવાશે દેવ દિવાળી, જાણી લો શુભ મુહૂર્ત

આ મંદિરના સમયમાં કરાયો ફેરફાર

કાલે ચંદ્રગ્રહણના કારણે “પાવાગઢ મંદિરમાં” દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે મંદિરમાં મંગળા આરતી પરોઢિયે 4 વાગે કરવામાં આવશે. જે બાદ સવારના 6 વાગ્યાથી સાંજના 6:45 સુધી મંદિર બંધ રહશે તેમજ સાંજે 6:45 મંદિરના ધ્વાર ખોલવામાં આવશે. જે બાદ સાંજે 7 વાગે આરતી થશે અને ફરીથી 9 વાગે મંદિર પરિસર બંધ કરવામાં આવશે.

આ સાથે “ખોડલધામ મંદિરના” સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણ દરમિયાન આરતી અને ધ્વજા પૂજન બંધ રહશે. તેમજ મંદિર પરિસર દિવસ દરમિયાન ખુલ્લુ રહશે પણ આરતી ગ્રહણ બાદ જ કરવામાં આવશે. ગ્રહણ દરમિયાન 6 વાગ્યાથી સાંજના 6:45 સુધી અને સાંજે 7:15થી 9 કલાક સુધી મંદિર ખુલ્લુ રહશે. તેમજ સાંજની આરતી ગ્રહણ બાદ 7:15એ કરવામાં આવશે.

Back to top button