ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં, PM મોદીન આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

Text To Speech

આમ તો ગુજરાતમાં ચૂંટણી આવી રહી હોવાનાં કારણે દેશભરનાં રાજનેતાઓ ગુજરાત આવી રહ્યા છે, પરંતુ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઇ રહ્યા છે. જી નહીં આ મુલાકાત ઉદ્દેશ કોઇ ચૂંટણીલક્ષી કે હાઇકમાન્ડનાં આદેશને કારણે નથી, પરંતુ આવતી આજે વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીઓની સંયુકત પરિષદમાં યોજાઇ રહી હોવાનાં કારણે પરિષદમાં હાજરી આપવા જઇ રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર, તા.૩૦ એપ્રિલ-ર૦રરના નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનીસ્ટર્સ એન્ડ ચીફ જસ્ટીસીઝ ઓફ હાઇકોર્ટસમાં સહભાગી થવા નવી દિલ્હી જશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી કિરન રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ જોડાશે.

Back to top button