ટામેટાના ભાવ થયા લાલઘુમ, ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ચોમાસાની સીજન ચાલુ થતાની સાથે જ સામાન્ય વર્ગ મોંઘવારીથી ત્રસ્ત બન્યો છે. શાકભાજીઓના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે.આ સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ટામેટાંના ભાવ ચિંતાજનક રીતે વધી ગયા છે.જે પહેલા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાં હવે 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર જોવા મળી છે. ખેડૂતોની વાત કરવામાં આવે તો ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છતાં પણ ખેડૂતોના હાથ ખાલી જોવા મળે છે. જે એક ચિંતાનો વિષય છે.
અમદાવાદ શહેરમાં ટમેટાના ભાવમાં વધારો થયો છે. હાલમાં 100 રુપિયા કિલો ટમેટા છે.દર વર્ષે આ સિઝનમાં ટામેટા અચાનક આટલી ઝડપે મોંઘા કેમ થઈ જાય છે? આ સાથ જ અનેક પ્રશ્નો આમ જનતાને ઉદ્ભવે છે. પંદર દિવસ પહેલા 50-60 રુપિયા કિલો હતા. જેના ભાવોમાં અચનાક ઉછાળો આવ્યો છે.
- ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વર્ગને મોંઘવારીનો માર, ટામેટાના ભાવ 100ને પાર પહોંચ્યા
આ વખતે ગરમીના કારણે મહારાષ્ટ્રથી અને ગુજરાતમાં આવતા ટામેટા ખરાબ થઇ જવાના કારણે અને ટામેટાનું ઉત્પાદન ઓછું થવાના કારણે ગુજરાતમાં ટામેટાના ભાવોમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં પ્રતિકિલો રૂપિયા 20 ના ભાવે વેચાતા ટામેટા હાલ જથ્થાબંધ માર્કેટમાં 60 થી 65 રૂપિયા અને છૂટકમાં રૂપિયા 80 થી 100 ના ભાવે વેચાઈ રહ્યા છે. પરિણામે ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે.
ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 10 થી 15 દિવસ પહેલા જે ટમેટોના ભાવ હતા તેમાં એકા એક જ વધારો નોંધાયો છે. જે છૂટક બજારમાં હાલ અત્યારે 70 રૂપિયાથી 100 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. એકાએક ટામેટાના ભાવમાં વધારો થતા ટામેટાની ખરીદી ઉપર તેની અસર દેખાઈ રહી છે.
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ટામેટાના ભાવમાં થયેલો વધારો ગૃહિણી માટે મુશ્કેલ પુરવાર થઈ રહ્યો છે. ટામેટાના ભાવમાં થયેલો આ વધારો થોડા દિવસ યથાવત રહેશે તેવું વેપારીઓ પણ માની રહ્યા છે.જો આપણે ભારતમાં ટામેટાની ખેતી અને ટામેટા ઉગાડતા રાજ્યો પર નજર કરીએ તો સૌથી વધુ ટામેટા ભારતમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદ: વિદેશ જવાની લાલચમાં વધુ એક પરિવાર ફસાયો