Tomato Price Hike: ટામેટાં નહિ થાય સસ્તા, ગુજરાત બહાર પણ ઊંચા ભાવ
- ચંડીગઢમાં ટામેટા 300થી 350 રૂપિયે કિલો, તો ગાઝિયાબાદમાં 250 રુપિયે કિલો
- આગામી થોડો સમય નહીં ઘટે ટામેટાના ભાવ
- ઈન્ડો-નેપાળ બોર્ડરના રસ્તે ચાઇનીઝ ટામેટાંની ભારતીય બજારમાં એન્ટ્રી
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાંના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંદીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ગાઝિયાબાદમાં ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
ચંદીગઢના વેપારીઓનું કહેવું છે કે પંજાબ અને હિમાચલમાંથી સપ્લાય બંધ થઈ ગઈ છે, પરંતુ બેંગલુરુથી ટામેટાં મંગાવવામાં આવ્યાં છે. આનાથી દરોમાં ઘટાડો થશે. બીજી તરફ યુપીની રાજધાની લખનૌમાં ટામેટાં છૂટકમાં રૂ 170 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. દરમિયાન હરિયાણામાં ટામેટાં 200થી 225 રૂપિયા અને હિમાચલમાં 118 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયાં હતાં.
બીજી તરફ જમ્મુમાં ટામેટાંનો છૂટક ભાવ 180થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે જ સરકારે સહકારી મંડળીઓ-નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કો.ઓપરેટિવ ફેડરેશનને ઉત્પાદક કેન્દ્રોમાંથી ટામેટાં ખરીદવાં અને વ્યાજબી ભાવે તેનું વિતરણ કરવા સૂચના આપી હતી.
ચીનના ટામેટાની ભારતમાં એન્ટ્રી
ભારતમાં ટામેટાંના સતત વધી રહેલા ભાવ બાદ નેપાળના સીમાવર્તી વિસ્તારો સાથે જોડાયેલા જિલ્લાના લોકો ચીનનાં ટામેટાંનો સ્વાદ ચાખવા લાગ્યા છે. ઇન્ડો-નેપાળ બોર્ડરની આસપાસ ટામેટાની તસ્કરી થઇ રહી છે. કેરેટમાં ભરીને નો મેન્સ લેન્ડના રસ્તે સીમાંચલ વિસ્તારોમાં સતત ચીનના ટામેટાં લઇને ખવાઇ રહ્યાં છે. નેપાળમાં ટામેટાંની કિંમત સો રૂપિયામાં પાંચ કિલો છે. પૂર્ણિયાની ખુશ્કીબાગ મંડળીમાં સારી ક્વોલિટીનાં ટામેટાંની કિંમત સોથી દોઢસો રૂપિયા પ્રતિ કિલો છે. બોર્ડર પરના જવાનો હવે બોર્ડર આસપાસના વિસ્તારો પર સખત નજર રાખી રહ્યા છે.
ટામેટાના ભાવ હજુ વધશે
ટામેટાની કિંમતો હાલમાં સાતમા આસમાને છે. દેશના અલગ અલગ ભાગમાં મુશળધાર વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસોથી ટામેટા 300 રૂપિયે કિલો સુધી વેચાઇ રહ્યા છે. એક્સપર્ટની વાત માનીએ તો આવનારા સમયમાં પણ ટામેટાા ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. ટામેટાના ભાવ ઘટવાની આશા રાખી રહેલા લોકો માટે આ એક મોટો ઝટકો છે. નેશનલ કોમોડિટી મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડના સીઇઓ સંજય ગુપ્તાએ જણાવ્યુ કે ટામેટાની કિંમતોમાં તેજી આવનારા સમયમાં પણ જળવાયેલી રહેશે. આગામી બે મહિના સુધી ટામેટાના ભાવ ઘટવાની આશા નથી. બીજી તરફ વરસાદના લીધે પણ નવો પાક થઇ શકશે નહીં.
આ પણ વાંચોઃ નવાઈની વાત: વિશ્વનો એક માત્ર એવો પહાડ જ્યાં આવેલા છે 900 મંદિર