નેશનલ

ભારતીય રેલવેના શૌચાલયો પણ થયા અપગ્રેડ, મંત્રીએ વીડિયો શેર કરી બતાવ્યા ફિચર

Text To Speech

ભારતીય રેલવેમાં શૌચાલયોની જાળવણી અને સ્વચ્છતા સૌથી મોટી સમસ્યા છે. ભારતીય રેલવેમા શૌચાલયોની હાલત ખૂબ ખરાબ હોય છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ટ્રેનના શૌચાલયોમાં થયો સુધારો કરવામાં આવ્યો છે. જેનો વીડિયો રેલવે મંત્રીએ શેર કર્યો છે.

રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર હેન્ડલ પર પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. આ વીડિયોમાં તેઓ ટ્રેનના અપગ્રેડેડ ટોયલેટનું નિરીક્ષણ કરતા દેખાઈ રહ્યા છે. તેમજ આ વીડિયોમાં તેમણે ટોયલેટના અપગ્રેડ પહેલા અને પછીના દ્રશ્યો દર્શાવવ્યા છે. અને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે હાલના કોચ માટે નવા અપગ્રેડેડ ટોયલેટ ડિઝાઇનનું નિરીક્ષણ કર્યું.

શું સુધારા કરાયા ?

અશ્વિની વૈષ્ણવ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં અપગ્રેડ પહેલા અને પછી ટ્રેનની અંદરના અરીસા, વોશ બેસિન અને ટોયલેટ સીટોની હાલત જોવા મળે છે.

લોકોએ આપી પ્રતિક્રિયા

તાજેતરમાં રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને લગભગ ચાર લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. અને આ વીડિયોને પર ટવિટર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ મહાનુભાવો પૂર્વ-નિર્ધારિત જગ્યાએ આવ્યા છે, જ્યાં બધું અગાઉથી બધુ તૈયાર, સાફ કરવામાં આવ્યું છે. હવે લોકો હાથ લગાવીને જોઈ રહ્યા છે. વાસ્તવિકતા નીચે છે. જ્યાં સંપૂર્ણ સેટ વગર ન તો કચરો સાફ કરવામાં આવે છે અને ન તો વોશરૂમ સાફ કરવામાં આવે છે. તો બીજા એક યુઝરે લખ્યું કે, ભારતીય રેલ્વેમાં શૌચાલયોની જાળવણી અને સ્વચ્છતા સૌથી મોટી સમસ્યા છે. ભલે આપણે કોઈ પણ વર્ગના કોચમાં મુસાફરી કરીએ છીએ. આ મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું કે, રેલવેની હાલત પહેલાની સરખામણીમાં સુધરી રહી છે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

Back to top button