આજનું પંચાગ
તારીખ :- ૨૫ જૂન ૨૦૨૨, વાર :- રવીવાર
તિથિ :- જેઠ વદ તેરસ
રાશી :- વૃષભ
નક્ષત્ર :- કૃતિકા
યોગ :- શૂલ
કરણ :- ગરજ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે ખૂબ મજાનો દિવસ છે. તમે તમારા કુટુંબીઓ સાથે મળીને સારા પકવાન નો આનંદ લેશો. આજે કોઈ નવી ડીશ બનાવવા માટે કોશિશ કરશો. પરિવારજનો સાથે મળીને આવક વધારવા માટે શું કરવું એની ચર્ચા પણ કરી શકો છો.
વૃષભ :- પાછલા દિવસોની વ્યગ્રતા આજે ઓછી થાય. રજાના દિવસની આજે સારી મજા લેશો. મજાક મસ્તી માં દિવસ પસાર થાય. તમારી રમૂજવૃત્તિ ખુલીને બહાર આવે. આજે તમે તમારા પોતાના વિશે વધારે વિચારશો.
મિથુન :- આજે આરામ કરવાની કોશિશ વધારે રહે. ઊંઘ વધારે આવે. કોઈને પણ મળવાની ઈચ્છા ઓછી થાય. આજે પરિવાર ના સભ્યો ની ખુશી માટે ખર્ચ કરી શકો છો. અગત્ય ના નિર્ણય બે દિવસ પછી લેવા. વિદેશ પ્રવાસ નું આકર્ષણ વધે.
કર્ક :- આજનો દિવસ ખુશી આપશે. તમારી ઈચ્છાપૂર્તિ થઈ શકે છે પણ એનો આધાર તમારી હિંમત પર છે. તમારા સૂઝબૂઝથી લેવાયેલા નિર્ણયો સફળતા અપાવશે. નાણાકીય લાભ થઈ શકે છે. તમારા મિત્રો પણ મદદરૂપ થઈ શકે છે.
સિંહ :- આજે રજાના દિવસે પણ આરામ નહી મળે સામાજિક અને વ્યવસાયિક સબંધો તમને વ્યસ્ત રાખે. આજે તમારું માન વધે એવું કોઈ કાર્ય કરી શકો છો. તમે તમારા કામને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવા માટે પ્રયાસ કરી શકો છો.
કન્યા :- આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. તમારા દૂરના કોઈ સબંધી જોડે મુલાકાત થાય. કુટુંબીજનો વચ્ચે પ્રેમ વધે. આજ તમારે તમારા કાર્ય માટે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. તમારી દૂરંદેશી રસ્તો બતાવે.
તુલા :- તમારા ઉમંગ ઉત્સાહ ઉપર કાબુ રાખવો. લીધેલા નિર્ણયને અમલમાં મૂકવાની ઉતાવળ કરવી નહીં. ખાસ કરીને વ્યવસાય ને લગતા નિર્ણયો લેવા નહીં. તમારી માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. શકે છે. સાસરા પક્ષની વ્યક્તિઓ જોડે સાચવીને બોલવું.
વૃશ્ચિક :- તમારી કરવામાં આવેલી સેવાનું આજે શુભ ફળ મળે. તમારા જીવનસાથી સાથે બહાર ફરવા નીકળી શકો. આજે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ શકો છો. તમને સહાયરૂપ થાય તેવી વ્યક્તિ જોડે મુલાકાત થઇ શકે છે. મળેલી તક ઝડપી લેવી.
ધનુ :- આજે થોડી શાંતિ રાખવી. કોઈપણ પ્રકારના વાદવિવાદ કે ચર્ચામાં ઉતરવું નહી. તમારી નાની ટિપ્પણી મોટો ઝઘડો કરાવી શકે છે. થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવું. તબિયત ખરાબ થઈ શકે છે. નાણાકીય બાબતો માટે આજનો દિવસ શુભ રહેશે.
મકર :- તમારી ખેલકૂદ પ્રત્યેની અભિરૂચિ વધે. આજે ખેલકૂદ અને આનંદ પ્રમોદ ને સારો સમય આપી શકો છો. તમારા મિત્રો અને પ્રિયજનોની સાથે ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારી તમારા આરોગ્ય પ્રત્યેની જાગૃતતા પણ વધે.
કુંભ :- આજે રજાના દિવસે પણ તમે તમારું કામ ચાલુ રાખશો. તમારી મદદથી તમારી ઓફિસના લોકોને લાભ થાય. આજે ગૃહિણીઓ પોતાના ઘરને વધારે સુંદર બનાવવાની કોશિશ કરશે. મોસાળ પક્ષની વ્યક્તિઓ જોડે મુલાકાત થઇ શકે છે.
મીન :- આજે તમારા સંતાન માટે ખૂબ લાભકારી દિવસ છે. તમારા સંતાનના ભવિષ્ય સંબંધી તમે કોઈ નિર્ણય લઈ શકો છો. આજે આખો દિવસ ઘરની બહાર વિતાવો એવું પણ બની શકે છે. સોશિયલ મીડિયા માટેનું તમારું આકર્ષણ વધી શકે છે.