હેન્ડલૂમ ડે કેવી રીતે થયો શરૂ ?
દેશમાં 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. આ માટેની પાછળ એક વિશેષ મહત્વ છે. આઝાદી પૂર્વે 1905 માં 7 ઓગસ્ટના દિવસે સ્વદેશી ચળવળની શરૂઆત કરવામાં આવી હતી અને આ દિવસે કોલકતાના ટાઉનહોલ ખાતે એક જાહેર સભામાં સ્વદેશી ચળવળની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. તેની યાદમાં ભારત સરકાર દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવે છે.
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નાઈમાં કૉલેજ ઑફ મદ્રાસના શતાબ્દી કોરિડોર પર કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. 7મી ઓગસ્ટ 2021ના રોજ 7મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. હેન્ડલૂમ સેક્ટર સમયાંતરે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ કુટીર વેપાર તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલૂમ વણકરો કપાસ, રેશમ અને ઊન જેવા શુદ્ધ રેસાનો ઉપયોગ કરીને સામાન બનાવે છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના આયોજનનો પ્રાથમિક ધ્યેય ભારતના સામાજિક-આર્થિક સુધારામાં હાથશાળના યોગદાનને પ્રકાશિત કરવાનો છે. દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે પર સરકાર દ્વારા વણકરોને કામના વિકલ્પો વિશે માહિતગાર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
હેન્ડલૂમ કેમ ભારત માટે ખાસ છે?
હેન્ડલૂમ ઉદ્યોગ એ ભારતના સાંસ્કૃતિક વારસાનો આવશ્યક ભાગ છે. મંત્રાલયના અનુસાર, હાલ દેશમાં આજીવિકાનો આવશ્યક સ્ત્રોત છે, ખાસ કરીને મહિલાઓ માટે, જેઓ આ પ્રદેશના વણકરોમાં લગભગ 70% છે. હેન્ડલૂમ સમુદાયનું સન્માન કરવા અને ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં તેમના યોગદાનને સ્વીકારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
હેન્ડલૂમ ઉદ્યોગ ખૂબ પ્રાચીન છે
હેન્ડલૂમ ઉદ્યોગ પ્રાચીન સમયથી હાથ કારીગરોની આજીવિકા પૂરી પાડે છે. હેન્ડલૂમ ઉદ્યોગમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગભગ 7 લાખ લોકો આ ઉદ્યોગના વિવિધ કામો સાથે સંકળાયેલા છે. પરંતુ જો તેમની આર્થિક સ્થિતિની વાત કરીએ તો એમ કહી શકાય કે સરકારના તમામ દાવાઓ છતાં તેમની હાલત દયનીય છે. જો કે, 2017માં સરકારે એક મોટો નિર્ણય લીધો હતો કે દેશભરમાં સ્થાપિત વણકર સેવા કેન્દ્રો પર આધાર અને પાન કાર્ડ જેવી ઘણી સરકારી સેવાઓ વણકરોને આપવામાં આવશે.
આ પણ વાંચો : કેમ ઘરની બહાર બોર્ડ હતું ‘Beware of Kishore Kumar’ ?
આ પણ વાંચો : The Forgotten Hero
આ પણ વાંચો : ઈન્ટરનેટનો ઉપયોગ તો સૌ કોઈ કરે છે પણ WWW શું છે તે જાણો છો ?