ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસે તેઓ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. ત્યારે આવો જાણીએ તેમના બીજા દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ..
જાણો આજનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ?
- અમિત શાહ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
- ગાંધીનગર ખાતે અમિત શાહ KRIC કૉલેજની લેશે મુલાકાત
- કૉલેજમાં 750 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત
- અમિત શાહ રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે
- વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારા ખુલ્લા મુકશે
- ગાધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કરશે
- GTUની નવા બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેશે
- અંબોડ ખાતે મહાકાળી મંદિરના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે
- સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું કરશે ભૂમિપૂજન
- સાંજે અમિત શાહ બહુચરાજી બહુચર માતાના દર્શને જશે