વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરથી ‘વંદે ભારત ટ્રેન’ને લીલીઝંડી આપવામાં આવી છે. વડાપ્રધાને ટ્રેનની મુલાકાત લીધી હતી અને ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રેનની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.
PM Modi flags off Gandhinagar-Mumbai Central Vande Bharat Express train
Read @ANI Story | https://t.co/aS7f8m7FAY#VandeBharatExpress #NarendraModi #PMModiInGujarat pic.twitter.com/xOIoHarcuD
— ANI Digital (@ani_digital) September 30, 2022
PM મોદીના હસ્તે ‘વંદે ભારત ટ્રેન’નું લોકાર્પણ
મહત્ત્વનું છે કે સામાન્ય જનતા માટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘વંદે ભારત ટ્રેન’ને વડાપ્રધાન મોદી ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનમાં મુસાફરી કરી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने गांधीनगर से कालूपुर रेलवे स्टेशन तक ट्रेन में यात्रा की।
इस यात्रा में उनके साथ जीवन से आए विभिन्न क्षेत्रों के लोग, जिनमें रेलवे परिवार के लोग, महिला उद्यमी और युवा भी शामिल हैं: प्रधानमंत्री कार्यालय pic.twitter.com/jNb0DuXQvF
— ANI_HindiNews (@AHindinews) September 30, 2022
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા
GSM અથવા GPRS
ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
સીસીટીવી કેમેરા
પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
વેક્યૂમ બાયોટોયલેટ્સ
સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
વાઇફાઈની સુવિધા
દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ