આજનું પંચાગ
તારીખ :- ૨૦ જૂન ૨૦૨૨, વાર :- સોમવાર
તિથિ :- જેઠ વદ સાતમ
રાશી :- રાત્રે ૧૦:૩૪:૧૪ સુધી કુંભ, ત્યારબાદ મીન
નક્ષત્ર :- પૂર્વ ભાદ્રપદ
યોગ :- પ્રીતિ
કરણ :- સવારે ૯:૩૩:૩૩ સુધી વિષ્ટિ, ત્યારબાદ બવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે ઇચ્છાપૂર્તિ નો દિવસ છે. આજે અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ ના શુભ પરિણામ મળે. તમારી માતાનો સાથ લાભકારી રહે. મિલકત સબંધી શુભ સમાચાર મળી શકે છે. આજે અગત્યનાં કાર્યો સાંજ પહેલા કરી લેવા સારા રહેશે.
વૃષભ :- તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહે. આજે કાર્ય પર થોડો વધારે રહેશે પણ આ કાર્યભાર તમારી કારકિર્દીને આગળ લઈ જવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ઘર પરિવારને પૂરતો સમય ના આપી શકાય. શરીરમાં નબળાઈ રહે.
મિથુન :- તમે પૂરતી મહેનત કરશો, છતાં પણ ભાગ્યનો સાથ થોડો ઓછો હોય તેવું લાગે. તમારા કોઈ નજીકના સંબંધી તમને મનદુઃખ કરાવી શકે છે. તમારી અંતઃ દ્રષ્ટિ અને સમજદારી આ સંબંધ સાચવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.
કર્ક :- આજે મન શાંત રાખવાનો દિવસ છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં પડવું નહીં. તમારું માન નહીં જળવાતું હોય એવું તમને લાગે. શરીરમાં સુસ્તી, થાક અને નબળાઇ પણ લાગી શકે છે. મા શક્તિની ઉપાસના લાભકારી રહે.
સિંહ :- આજે નવી ઉર્જા, નવી શક્તિનો અનુભવ કરશો. તમારા માટે લાભપ્રદ લોકો જોડે મુલાકાત થાય. તમારો બિઝનેસ વધી શકે છે. આજે ખાવાપીવા પર ધ્યાન આપવું જરૂરી છે. પેટને લગતી સમસ્યાઓ આવી શકે છે.
કન્યા :- સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પરિણામ આજે તમારા માટે સકારાત્મક આવી શકે છે. કોઈપણ પ્રકારની ચર્ચા માં આજે તમે તમારો મત દ્રઢતાપૂર્વક મૂકશો. અને તમારી વાતને ગંભીરતાપૂર્વક લેવામાં પણ આવશે. નાણાંનો પ્રવાહ સારો રહે.
તુલા :- તમારામાં ઉર્જા અને રચનાત્મકતા રહેલી છે. પણ આજે તેનો ઉપયોગ તમે તમારા આનંદ પ્રમોદ માટે કરશો. તમારા સંતાનને તેના અભ્યાસમાં મદદ કરી શકો છો. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે આજે સારો દિવસ છે.
વૃશ્ચિક :- મનમાં અશાંતિ રહે. શું કરવું, શું ના કરવું સમજ ના પડે. તમારી માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સારી જગ્યાએ એડમિશન મળી શકે છે. ઘરની બહાર નિકળતા પહેલા થોડો મેડિટેશન કરવું લાભકારી છે.
ધનુ :- આજે તમે કોઇ સાહસિક કદમ ઉઠાવી શકો છો. પણ કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લેવી લાભકારી રહેશે. વ્યાપાર-ધંધામાં નો વિકાસ થાય. તમારા પડોશીઓ સાથે ના સાચવેલા સંબંધો તમારું કામ આગળ વધારી શકે છે.
મકર :- તમારા મનમાં રોકાણ અને બચત ના વિચારો સતત ચાલ્યા કરે. તમે આવકના બીજા સ્ત્રોત વિશે પણ વિચારી શકો છો. તમારા પરિવારજનોની સુરક્ષા માટે તમે કોઈ નિર્ણય લઈ શકો છો. ગૃહિણીઓ આજે કોઈ નવા પકવાન બનાવી શકે છે.
કુંભ :- તમારા મનમાં આજે વ્યવસાયલક્ષી વિચારો રહ્યા કરે. આજે ઓફિસમાં તમે કંઈક નવું અને મોટું કામ કરી શકો છો. આજે તમારા સહકર્મીઓ જોડે વાદવિવાદમાં ઉતારવાનું થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ તમને જીત અપાવશે.
મીન :- તમારો આત્મવિશ્વાસ થોડો ડગી જાય. તમારા કાર્યમાં રુકાવટો આવ્યા કરે. તમારા સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે અણધાર્યા ખર્ચા આવી શકે છે. વિઝા પાસપોર્ટ ના કામ માટે આજનો દિવસ સારો રહેશે. મેડિટેશન કરવું લાભકારી રહેશે.