ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ વૃષભ રાશિના જાતકોની મહેનત રંગ લાવશે, મકર રાશિના જાતકોએ બમણી મહેનત કરવી પડશે

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૧ મે ૨૦૨૨, વાર :- બુધવાર
તિથિ :- જેઠ સુદ બીજ
રાશી :- મિથુન
નક્ષત્ર :- સવારે ૧૨:૫૯:૨૦ સુધી મૃગશીર્ષ, ત્યારબાદ આદ્રા
યોગ :- શૂલ
કરણ :- સવારે ૦૮:૩૧:૪૩ સુધી બાલવ, ત્યારબાદ કૌલાવ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે તમે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેશો. તમારી રમૂજવૃત્તિ તમને વધારે લોકપ્રિય બનાવે. તમારી કાર્ય કુશળતાની સરાહના થાય. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. આજે નો પાર્કિંગ ઝોનમાં તમારે વાહન મૂકવું નહીં.

વૃષભ :- તમારી કરેલી મહેનત આજે રંગ લાવશે. આજે તમે કોઇ સોના કે ચાંદીની નાની વસ્તુ વસાવી શકો છો. તમને મળેલી સફળતા તમારા ઘર પરિવારને ગૌરવ અપાવશે. આજે આંખોનું ધ્યાન રાખવું. આંખોમાં બળતરા કે ઇન્ફેક્શન થઈ શકે છે.

મિથુન :- આજનો દિવસ તમે તમારા અંગત કાર્યોને આપશો. તમે પોતે જ તમારું ભલું કરી શકો છો, અને તમારામાં એ ક્ષમતા છે, એવી હકારાત્મકતા આવશે. નાણાકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું. ખાસ કરીને એટીએમમાંથી રૂપિયા કાઢતી વખતે ધ્યાન રાખવું.

કર્ક :- આજે થોડો સુસ્તી નો અનુભવ થાય. કોઈપણ કામ કરવામાં મન ના લાગે. તમારું થોડું પણ બેધ્યાનપણું નુકસાન કરાવી શકે છે. શું કરવું, શું ના કરવું, એ સમજ ના પડે. આજે તમે જો પાંચ મિનિટ માટે પણ મેડિટેશન કરશો તો તેનાથી ફાયદો થશે.

સિંહ :- આજે ઘરમાં મહેમાન આવી શકે છે. આજે તમે બધી ચિંતા બાજુ પર મૂકીને મનની પ્રસન્નતા નો વિચાર પહેલા કરશો. કોઈપણ યોજના અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી હોશિયારી નુકસાનીમાં પણ લાભ કરાવી જાય.

કન્યા :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય. કાર્યભાર વધારે રહેશે પણ તમારા સહકર્મીઓ તમારું કાર્ય આસાન કરી આપશે. તમારા બિઝનેસની જાહેરાત કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. લોકો તમારા કામની નોંધ લેશે. લોકપ્રિયતા વધી શકે છે.

તુલા :- આજે માનસિક શાંતિ નો અનુભવ થાય. તમારા સંતાન તમારી કદર કરશે. સંતાન માટે તમે પ્રેરણા બની શકો છો. તમારા જીવનસાથી તમને ખુશખબર આપી શકે છે. જીવનસાથીની પ્રગતિ તમારો દિવસ ખુશહાલ બનાવીશે.

વૃશ્ચિક :- તમારા કોઈ નજીકના મિત્ર તમારું મન દુખાવી આવી શકે છે. અચાનક બધું કાર્ય રોકાઈ ગયું હોય એવું લાગે. તમને આજે ટેકનિકલ જ્ઞાન મેળવવાથી ઈચ્છા થાય. તમે આજે કોઈપણ વસ્તુ માટે ઊંડાણ પૂર્વક વિચારશો.

ધનુ :- આજે સંબંધીઓ સાથે મુલાકાત થાય. તમારા જૂના ગ્રાહકો તમારી પાસે પરત પાછા ફરે. તમારા જીવનસાથી તમને સુંદર મજાનું સરપ્રાઇઝ આપી શકે છે. લગ્ન ઈચ્છુક યુવક યુવતીની યોગ્ય જીવનસાથીની શોધ આજે પૂરી થઈ શકે છે.

મકર :- તમારી ઉગ્રતા ઉપર નિયંત્રણ રાખવું. નહીં તો તમે કોઈ નજીકનો સાથ ગુમાવી શકો છો. દરેક કાર્યોમાં બમણી મહેનત કરવી પડે. મુશ્કેલીઓની વચ્ચે પણ નાણાંનો પ્રવાહ આવતો રહેશે. આજે પ્રતિસ્પર્ધીઓ ઉપર જીત મળી શકે છે.

કુંભ :- તમારું પોતાનું પગલું આજે શુભ રહેશે. તમારી હાજરી તમારા મિત્રોને લાભ કરાવી શકશે શકે છે. આજે સિનેમા જોવા જવાનું આયોજન થઇ શકે છે. તમારા મનની અદમ્ય ઇચ્છા પૂરી કરવાનો રસ્તો મળી શકે છે. પૂર્વપુણ્ય સફળતા અપાવે.

મીન :- તમારી સુખ સગવડો સચવાય. ઘરમાં સુખ-સુવિધાની કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો. તમારી માતાની હૂંફ નો અનુભવ તમને લાગણીશીલ બનાવી દે. વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે, જટિલ વિષયને પણ સરળતાથી સમજી શકશો.

Back to top button