ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ વૃષભ રાશિના લોકોને સફળતા મળશે, કન્યા રાશિ પર ઇષ્ટદેવની કૃપા રહેશે

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૩૧મે ૨૦૨૨, વાર :- મંગળવાર
તિથિ :- જેઠ સુદ એકમ
રાશી :- ૨૩:૨૮:૪૪ સુધી વૃષભ રાશિ, ત્યારબાદ મિથુન
નક્ષત્ર :- સવારે ૧૦:૦૦:૦૨ સુધી રોહિણી, ત્યારબાદ મૃગશીર્ષ
યોગ :- ધ્રીતી
કરણ :- સવારે ૦૬:૦૭:૨૩ સુધી કિંસ્તુગ્ન, ત્યારબાદ બવ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- ધીરજ રાખીને કાર્ય કરવું જરૂરી છે. કોઈ પણ સાહસિક પગલું લેતા પેહલા તમને તમારા પરિવારજનોની ચિંતા સતાવે. તમને તમારી માતા સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. ભૂતપૂર્વ કરેલા રોકાણ નું આજે સારું રિટર્ન મળી શકે છે.

વૃષભ :- તમે પોતે જ તમારી પ્રેરણા બનશો. સંજોગો સાનુકૂળ રહેશે. તમારુ વાકચાતુર્ય તમને સફળતા અપાવશે. તમારા હુન્નર નું પ્રદર્શન કરવા માટે પણ આજનો દિવસ સારો છે. તમને તમારા હુન્નર ને આવકના સ્ત્રોત તરીકે આપના માટેના માર્ગ ખુલશે.

મિથુન :- તમે આજે બીજાની જરૂરત નો વધારે ખ્યાલ રાખશો. તેમને આર્થિક રીતે મદદ પણ કરી શકો છો. એવી કોઈક ઘટના બની શકે છે કે જેનાથી તમારો આત્મવિશ્વાસ ડગી શકે છે. સાંજના સમય પછી રાહત રહે. ઊંઘ મોડી રાત્રે આવે.

કર્ક :- આજે સામેથી તક મળે. આજે તક નો લાભ ઉઠાવવા નો સમય છે. ઘણા સમયથી લંબાયેલ કામ આજે પાર પડી શકે છે. મન આનંદિત અને પ્રફુલ્લિત રહે. કોઈ પ્રેમાળ સાથીનું જીવનમાં આગમન થાય એવા યોગ બની રહ્યા છે.

સિંહ :- તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે ખૂબ મહેનત કરશો. તમને તમારી મહેનત નું સારું વળતર પણ મળશે. તમારા વ્યવસાય ના વિકાસ માટેનો પ્રસ્તાવ મુકવા માટે યોગ્ય દિવસ છે. આ ધ્યેય ના કારણે તમને ઘર પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં.

કન્યા :- આજે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. ઇષ્ટ દેવની કૃપા તમારા ઉપર રહેશે. તમારા પિતા દરેક કુટુંબીજનો ભેગા મળી શકે તે માટેનો આયોજન કરી શકે છે. આજે કોઈ અધ્યાત્મના વિષયનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો.

તુલા :- તમારા વ્યાપાર ધંધામાં થોડી કમી આવી હોય એવું લાગે. ઈશ્વર પ્રત્યેની તમારી શ્રદ્ધા થોડી ડગમગ થાય. જાણે બધું રોકાઈ ગયું હોય એવું લાગે. આજના દિવસ પૂરતી કોઈને પણ વગર માંગે સલાહ આપશે નહીં.

વૃશ્ચિક :- વ્યવસાયિક અને કુટુંબો વચ્ચે સંતુલન જાળવી શકશો. તેમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળે. તમે દરેક વ્યક્તિ સાથે સંવાદિતા જળવાઈ રહે તે માટે તમે મનથી પ્રયત્ન કરશો. તમારો ગ્રાહક વર્ગ મોટો થઈ શકે છે.

ધનુ :- આજે મનમાં ગુસ્સાનું પ્રમાણ થોડું વધારે રહે. થોડી જીભાજોડી પણ થઈ શકે છે. જરૂરિયાતમંદો ની સેવા કરવાથી આનંદ મળે. સફળતાની રાહ પર આગળ જવા માટેના રસ્તા ખુલે. ઉપરી અધિકારી તમારાથી ખુશ રહે.

મકર :- આજે તમે તમારા મનની લાગણીઓ તમારા પ્રિયજનની સામે વ્યક્ત કરી શકો છો. વિદ્યાર્થીઓનું ધ્યાન થોડું ભટકી શકે છે. આજે ભણવાનું મન ઓછું થાય. તમે તમારા મતભેદોને સરળતાથી સુલઝાવી શકશો. સંબંધો માં સુધારો થાય.

કુંભ :- તમે તમારા મિલકતના વેચાણ સંબંધી કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. તમારા ઘર પરિવારના સભ્યો તમારા નિર્ણયમાં તમારો સાથ આપશે. આજે સારા પ્રમાણમાં ધનલાભ થઈ શકે છે. શિક્ષણ પ્રત્યેની રુચિ માં વધારો થાય. મન શાંત રહેશે.

મીન :- તમે તમારી રચનાત્મકતા નો ખૂબ સારો ઉપયોગ કરશો. તેમાં તમારા ભાઈ બહેન તમને સાથ આપશે. તમારા કોર્ટ-કચેરી લગતાં કાર્યોમાં સફળતા મળી શકે છે. તમારી પાસે જે પણ કોઈ કાયદાકીય દસ્તાવેજો છે, કાગળો છે તેને સાચવીને રાખો.

Back to top button