આજનું પંચાગ
તારીખ :- ૧૧ જૂન ૨૦૨૨, વાર :- શનિવાર
તિથિ :- જેઠ સુદ બારસ
રાશી :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ
યોગ :- પરિઘ
કરણ :- બવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે સંજોગો અનુકૂળ રહે. તમે તમારી ઉર્જા નો સકારાત્મક ઉપયોગ કરીને આગળ વધશો. પ્રતિસ્પર્ધી પણ તમારા થી આકર્ષાય. આજે સારા પ્રમાણમાં વ્યાપાર કરી શકશો. સામાજિક મેળાવડા માં જવાનું થઈ શકે છે.
વૃષભ :- આજે જલ્દી ફ્રી થવા માંગશો તો પણ નહીં થઈ શકશો. અચાનક કાર્ય ભાર વધી જાય. જરૂરીયાતમંદ ને તમે આજે તમારા થી બનતી શ્રેષ્ઠ સેવા આપશો. આજે નોકરી ને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. દલીલ થી દૂર રહેવું.
મિથુન :- તમારી સામે આજે નવી શક્યતાઓ આવશે. તમને તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે કોઈ નવો જ ઉકેલ મળશે. પ્રેમ પ્રસંગો ઉભા થઇ શકે છે. મને ખૂબ આનંદિત અને પ્રફુલ્લિત રહે. નાણાકીય લેવડદેવડ બે દિવસ પછી કરવી.
કર્ક :- વિદ્યાર્થીઓ માટે ઘણો સારો દિવસ છે. ના સમજાતું પ્રકરણ પણ આજે તમે સમજી લેશો. તમારા પ્રિય પાત્ર જોડે કંઈક મતભેદ થઈ શકે છે. કોઈક સંબંધ તમારું દિલ દુખાવી શકે છે. મોસાળના કોઈ શુભ સમાચાર આવી શકે છે.
સિંહ :- આજે તમે વિદેશ પ્રવાસ અંગે નું આયોજન કરી શકો છો. ઉપરી અધિકારીઓ સમક્ષ જો કોઈ પ્રપોઝલ મૂકવા માંગતા હોવ તો પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે તમે સોશિયલ મીડિયા ઉપર સક્રિય રહેશો. આજે ઓનલાઈન ખરીદી કરી શકો છો.
કન્યા :- આજે સારા પ્રમાણમાં ધનલાભ થઈ શકે છે. સ્ક્રેચ કાર્ડમાં પણ ધન રાશિ જીતી શકો છો. કુટુંબીઓ સાથે મળીને રાત્રે ફરવા માટે જઈ શકો છો. જીવનસાથી જોડે મીઠો ઝઘડો થઈ શકે છે. આજે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ધનલાભ કરાવશે.
તુલા :- આજે તમે ખૂબ હકારાત્મકતા નો અનુભવ કરશો. ઉમંગ ઉત્સાહ જળવાયેલા રહે. તમારી પ્રતિષ્ઠા માં વધારો થાય. તમારા કામ અંગે નોંધ લેવાય. આજે તમે તમારી કારકિર્દી અંગે ગંભીરતાપૂર્વક વિચારશો. અને એ માટે જરૂરી પગલાં પણ લેશો.
વૃશ્ચિક :- આજે તબિયત સાચવવી જરૂરી છે. મનમાં પોતાના પ્રત્યે જ નારાજગી આવે. થાક અને કંટાળા નો અનુભવ થાય. આજે તમારા માટે ધ્યાન માં બેસવું હિતાવહ છે. તમારી દરેક મૂંઝવણનો ઉકેલ આજે તમને ધ્યાનમાં મળશે.
ધનુ :- ધાર્યું ના હોય તેવી જગ્યાએ થી ધનલાભ થાય અને ધાર્યું ના હોય એવી વ્યકિત મદદ કરે. અટકેલા કાર્યો આગળ વધે. મિત્રો થી થોડું સંભાળવું. વધારે પડતો વિશ્વાસ મૂકવો નહીં. ગુઢ વિદ્યાઓ માટેની રસ-રુચિ માં વધારો થાય.
મકર :- આજે ભાગીદારીમાં ધંધો કરવા માટેના વિચાર આવી શકે છે. તમારી આવડત તમને સફળતા અપાવશે. તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે તમારા પિતાની મદદ પણ મળી શકે છે. ધંધાકીય નવું કાર્ય કરવા માટે આજનો દિવસ સારો છે.
કુંભ :- નસીબ આડેનું પાંદડુ ખસ્યું હોય એવું લાગે. ઈશ્વરીય સહાય મળી રહે. આધ્યાત્મિક રસ-રુચિ માં વધારો થાય. તમારા સંતાનના શિક્ષણ અંગે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. આજે કોઈ બચત યોજનામાં રોકાણ કરી શકો છો.
મીન :- તમારો ઉપરી અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. તમારા સંતાનને તમને દુઃખ પહોંચાડી શકે છે. સંતાનના ભવિષ્ય અંગે ચિંતા રહે. કોઈપણ કામ કરવામાં મન નહીં લાગે. કોઈપણ કાર્યની શરૂઆત નમઃ શિવાયના જાપ કરીને કરવી.
નીકી પ્રવીણ વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ