આજનું પંચાગ
તારીખ :- ૧૪ મે, ૨૦૨૨, વાર :- શનિવાર
તિથિ :- વૈશાખ સુદ તેરસ
રાશી :- સવારે ૬:૧૧ સુધી કન્યા, ૬:૧૧ પછી તુલા
નક્ષત્ર :- ચિત્રા
યોગ :- સિદ્ધી
કરણ :- તૈતિલ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- વ્યાપાર ધંધામાં નવી ઉપલબ્ધિ મળે. તમારી યોજનાઓને પાર પાડવા માટે તમને સાથ સહકાર મળી રહે. જીવનસાથીની સમજદારી તમારી ધાર્યું કામ પાર પાડે. પ્રેમ સંબધ મજબૂત બને.
વૃષભ :- પરિસ્થિતિ થોડી વિપરીત રહે. પણ મન શાંત રાખીને વિચારો તો ઉકેલ મળી જાય. જીવનસાથી સાથે થોડો મતભેદ થાય. તમારા વિકસાવેલા સબંધો રોકાયેલ કાર્ય આગળ વધારવામાં મદદ કરે છે.
મિથુન :- ઘરના સદસ્યો સાથે મોજ-મસ્તીની ક્ષણો પસાર કરશો. અગત્યના કાર્યોમાં લાપરવાહી રાખવી નહિ. શેર બજારમાં કરેલું રોકાણ ફાયદો કરાવી શકે. તમારી ઉપસ્થિતિ માહોલને સકારાત્મક બનાવે.
કર્ક :- આજે કોઈ પણ મહતવપૂર્ણ નિણર્ય માટે અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી. ગુસ્સા પર કાબૂ રાખવો, નહીં તો બનેલું કામ બગડી શકે છે. વ્યવસાયિક સંબંધોની સાથે પારિવારિક સંબંધનું પણ ધ્યાન રાખવું.
સિંહ :- તમને તમારા નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો મળે. બોલવામાં કઠોર શબ્દોનો ઉપયોગ કરવો નહીં. બેકારની વાતોમાં પોતાને વ્યસ્ત કરવું નહિ. આર્થિક બાબતોમાં સરળતા રહે
કન્યા :- નવા રોકાણ માટેના રસ્તા મળે. આજે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં લાભ કરાવી જાય. તમારું ગૃહસ્થ જીવન આનંદમય જાય. તમારે ત્યાં અતિથિનું આગમન થઈ શકે છે.
તુલા :- તમારું મનોબળ તેમજ આત્મવિશ્વાસ વધે. જીવનસાથી સાથેના મનમુટાવ દૂર થાય. તમે તમારી મનગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકો. તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક :- તમારા ઉપરી અધિકારી ગુસ્સો કરી શકે. જો કોઈ યાત્રા પર જવાનું થાય તો કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. કંઈક અલગ અને નવું કરવામાં સંકોચ રાખવો નહિ. આર્થિક બાબતે પરેશાની આવી શકે.
ધનુ :- આજે વ્યાપાર ક્ષેત્રે સારો નફો થઈ શકે. નવી તકો સામેથી મળે. સામાજીક ગતિવિધિમાં ભાગ લેશો. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળે. એકંદરે લાભકારી દિવસ પસાર થાય.
મકર :- કોઈ પણ કાર્ય કરતા પેહલા તમારા જીવનસાથીનો વિશ્વાસ પહેલા પ્રાપ્ત કરવો. આજે તમારે વધારે મેહનત કરવી પડે. તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ રહે. આજે તમારા કાર્ય ક્ષેત્રમાં નવા પડકારો મળે.
કુંભ :- ઘણા સમયથી મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે. સંધ્યા સમયે તમારા ગુરુના દર્શન હકારાત્મક અભિગમ આપી જાય. આજે લોકસેવાના કાર્ય કરવાની ઈચ્છા થાય. વ્યવસાયિક ક્ષેત્રના કાર્યોમાં અડચણ આવે.
મીન :- આજે જો જરૂરી ના હોય તો ઘરની બહાર જવું નહિ. વાહન ચલાવતા ધ્યાન રાખવું. પિતાના આરોગ્યની ચિંતા રહે. જો કોઈ કાર્ય આજે જ કરવું જરૂરી હોય તો તમારા ગુરુના ફોટાને સાથે રાખીને કરવું.