ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ, મિથુન રાશિના જાતકોને મુસાફરીના યોગ

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૬ જૂન ૨૦૨૨, વાર :- સોમવાર
તિથિ :- જેઠ સુદ સાતમ
રાશી :- સિંહ
નક્ષત્ર :- મઘા
યોગ :- હર્ષણ
કરણ :- સવારે ૦૬:૩૯:૧૯ સુધી તૈતિલ, ત્યારબાદ ગરજ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- મન પ્રસન્ન રહે. ઘર પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે. દૂર રહેતાં સંતાન જોડે મેળાપ થાય. નોકરી કરતા લોકોએ સાવધાન રહેવું. આળસ કરવાથી તમારા ઉપરી અધિકારી નારાજ થઈ શકે છે. પ્રેમ સંબંધ આગળ વધવાના એંધાણ છે.

વૃષભ :- આજે ઘરમાં મહેમાન આવી શકે છે. જો તમે નવું ઘર શોધી રહ્યા હોવ તો એ શોધ આજે પૂરી થઈ શકે છે. તમે કોઈ ઓનલાઈન કોર્સ કરવા માટે વિચારી શકો છો. વિધાર્થીઓ માટે આજે શુભ દિવસ રહેશે.

મિથુન :- આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમે તમારી છાપ છોડવામાં સફળ રહેશો. તમારો દ્રઢ નિશ્ચય તમને સફળ બનાવી શકે છે. તમારા વ્યવસાયિક કાર્ય અંગે નાની મુસાફરી કરવાનું થઈ શકે છે. બીજાની વાત પણ ધ્યાનપૂર્વક સાંભળવી.

કર્ક :- તમે તમારા કુટુંબ માટે સમર્પિત ભાવથી કરશો. ઘર અને વ્યવસાય વચ્ચે સામંજસ્ય બેસાડવાનો પ્રયત્ન કરશો. આજે ધનલાભ સારો થઈ શકે છે. આજે તમે બચતનું મહત્વ સમજીને તેના માટે ગંભીરતાપૂર્વક પગલાં લેશો.

સિંહ :- છેલ્લા થોડા દિવસથી અનુભવાતા તનાવમાં થોડી રાહત રહે. સંજોગો તમારા અનુકૂળ થાય. તમે તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે આત્મવિશ્વાસ પૂર્વક પગલાં લેશો. થોડો આરામ કરીને શાંત ચિત્તે કામ કરવું હિતાવહ રહેશે.

કન્યા :- આજે તમારા જીવનસાથી સાથે થોડો મનમુટાવ થઇ શકે છે. તમારે તમારા વલણ અંગે થોડું ઊંડાણપૂર્વક વિચારવું. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. આજે ૨૧ વખત ઓમકાર કરીને દિવસની શરૂઆત કરવાથી રાહત રહે.

તુલા :- ઘણા સમયથી અટકેલા કાર્યો આજે આગળ વધે. આજે કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. તમારા મોટા ભાઈ બહેન તમારી સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ થાય. વ્યવસાયિક પ્રયત્નોમાં સફળતા મળે. મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક :- કોઈ નવી સફળતા તમારી રાહ જોઈને ઊભી છે. તમારે બસ સામે આવેલી તકને ઝડપવાની જરૂર છે. આજે તમે તમારા કુટુંબને ઓછો સમય આપી શકશો. પણ તમને મળેલી સફળતાથી તેમને ગર્વ અપાવે. ઓળખાણ વધી શકે છે.

ધનુ :- આજે તમે એક સારા સલાહકાર તરીકે કાર્ય કરશો. તમારા કોઈ ખાસ મિત્ર તેની મૂંઝવણ લઈને તમારી પાસે આવી શકે છે. તમારી દીર્ઘદ્રષ્ટિ માં વધારો થાય. તમે તમારા પિતાના કાર્યને આગળ ધપાવશો. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે રિસર્ચ કરશે.

મકર :- ઉતાવળિયા નિર્ણય લેવા નહીં. થોડું ધ્યાન રાખવું. નુકસાન થવાની સંભાવના છે. તમારા મિત્રોના કારણે દિલને દુખ થાય. વિદ્યાર્થીઓને આજે ભણવામાં મન ઓછું લાગે. આજે આખો દિવસ વ્યસ્તતાથી ભરેલો રહે. જરા પણ આરામ ન મળે.

કુંભ :- કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. એવા લોકો જોડે મુલાકાત થાય જે તમને સાથ સહકાર આપે. લગ્ન જીવનમાં મધુરતા આવે. લગ્ન લાયક યુવક-યુવતી માટે આજે યોગ્ય માગું આવી શકે છે. વ્યાપાર ધંધામાં પ્રગતિ થાય.

મીન :- આજે પ્રતિસ્પર્ધીઓને માત આપી શકો છો. કોર્ટ-કચેરીના કાર્યોમાં તમારી જીત થાય. મોસાળ પક્ષની વ્યક્તિ તમને મદદરૂપ થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. બહારની વસ્તુ ખાવી નહીં. પેટમાં તકલીફ થઈ શકે છે.

Back to top button