આજનું પંચાગ
તારીખ :- ૨૧ જૂન ૨૦૨૨, વાર :- મંગળવાર
તિથિ :- જેઠ વદ આઠમ
રાશી :- મીન
નક્ષત્ર :- ઉત્તર ભાદ્રપદ
યોગ :- સવારે ૬:૩૯:૧૭ સુધી આયુષ્માન, ત્યારબાદ સૌભાગ્ય
કરણ :- સવારે ૦૮:૩૯:૩૪ સુધી બાલવ, ત્યારબાદ કૌલવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે ઈચ્છા ઉપર કાબૂ રાખવો. તમારી ઈચ્છાઓ અણધાર્યા ખર્ચા કરાવી શકે છે. તમે ઘરની સુખ સુવિધા પાછળ ખર્ચો કરી શકો છો. આજે ઊંઘ ઓછી આવશે. મનમાં અસંતોષ રહે. આજે લોકો સાથે ના ભળતા એકલા રહેવાની ઈચ્છા વધારે થાય.
વૃષભ :- તમારી વાણીનો હોશિયારી પૂર્વક કરવામાં આવેલો ઉપયોગ તમને સફળતા અપાવી શકે છે. આજે નાણાકીય લાભ પણ થઈ શકે છે. આજે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરશો. વ્યાપાર સંબંધી જાહેરાત કરવા માટે આજે યોગ્ય દિવસ છે.
મિથુન :- આજે સફળતા મેળવવાનો દિવસ છે. આજે તમે એવું કોઈ કાર્ય કરશો કે જેથી તમારી પ્રશંસા થાય. પ્રશંસાની સાથે તમારી જવાબદારીઓ પણ વધે. તમે તમારા કુટુંબના સભ્યોને તમારા વ્યાપારમાં લાવવા માટે વિચારી શકો છો.
કર્ક :- આજે કાર્યભાર થોડો ઓછો થાય. તમારા દરેક કાર્ય ભાગ્યના બળે થોડા સરળતાથી પાર પડે. તમારી ઈશ્વર પ્રત્યેની આસ્થા માં વધારો થાય. તમારા ગુરુ તમને સહાય કરે. દત્ત બાવની ના પાઠ કરવા તમારા માટે લાભકારી રહેશે.
સિંહ :- ગુસ્સો અને અકળામણ આજે વધારે રહે. મન શાંત રાખીને રહેવું તમારા માટે હિતાવહ છે. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. આજે વાહન ચલાવતા પણ ધ્યાન રાખવું. તમારી માન અને પ્રતિષ્ઠામાં કમી આવી હોય તેવો અનુભવ થાય.
કન્યા :- તમારી ચીવટતા અને પરફેક્શન ની આજે કદર કિંમત થાય. અને તમારા આ ગુણ તમને વ્યાપાર-ધંધામાં પણ આગળ લઈ જાય. તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની શક્યતા છે. પણ વ્યવસાય ક્ષેત્રે આજે સફળતા મળી શકે છે.
તુલા :- આજે તમે તમારી વાત તમારા ઉપરી અધિકારીઓ સામે ખુલીને મૂકશો. અને આજે તમારી મુકેલ વાતનો બધા સ્વીકાર પણ કરે. આજે તમારી ચંચળતામાં થોડીક ગંભીરતા પણ ઉમેરાય. આજના તમારા લીધેલા નિર્ણય નાણાકીય લાભ કરાવી જાય.
વૃશ્ચિક :- આજે તમે એક માર્ગદર્શક તરીકે સારું કામ કરી શકો છો. તમારી આપેલી સલાહ લોકોને ફાયદો કરાવે. આજે તમે ગંભીર વાતોને પણ હળવાશથી લેશો. મનમાં આજે સકારાત્મક ઉર્જા વધારે રહે. મન આનંદિત અને પ્રફુલ્લિત રહે.
ધનુ :- તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે. તમારા સાસરા પક્ષની વ્યક્તિઓના લીધે મનમાં ચિંતા રહે. તમારો આશાવાદી સ્વભાવ તમને સફળતા આપે. કંઈક નવું શીખવાની આજે ઈચ્છા થાય. શિક્ષણમાં રસ-રુચિ વધે.
મકર :- તમારામાં હિંમત અને સાહસ તો પહેલેથી છે જ. બસ આજે એને અમલમાં મૂકવાની જરૂર છે. સોશિયલ મીડિયાનો હોશિયારી પૂર્વકનો ઉપયોગ આજે તમને સફળતા અપાવી શકે છે. દસ્તાવેજ સંબંધી કાર્યો થોડા ધ્યાનપૂર્વક કરવા.
કુંભ :- તમારા મનમાં કુટુંબીજનોની સુરક્ષા માટેના વિચારો આવ્યા કરે. અને આજે તમે એમની સાથે મળીને સુંદર સમય પસાર કરી શકો છો.આજે નાણાકીય લાભ સારા પ્રમાણમાં થઈ શકે છે. નોકરિયાત વર્ગ આજે પગાર વધારાનો પ્રસ્તાવ મુકી શકે છે.
મીન :- તમારો ગુમાવેલો વિશ્વાસ આજે પાછો આવે. મનમાં સકારાત્મક ઉર્જા રહે. આજે ઈશ્વરીય સહાય મળી રહે. તમારા સંતાનના ભવિષ્ય સંબંધી આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. તમારી પોતાની પણ આધ્યાત્મિક રસ રુચિ વધે.