આજનું પંચાગ
તારીખ :- ૧૨ જૂન ૨૦૨૨, વાર :- રવિવાર
તિથિ :- જેઠ સુદ તેરસ
રાશી :- ૧૮:૩૨:૦૩ સુધી તુલા, ત્યાર બાદ વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા
યોગ :- શિવા
કરણ :- કૌલવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે આખો દિવસ આનંદ માં પસાર થાય. પણ અગત્ય ના કામ સાંજ પેહલા કરી લેવા. સાંજ પછી અચાનક ઉદાસી આવી જાય. કોઈક નજીક ના સંબંધી જોડે બોલાચાલી થઈ શકે છે. નફામાં નુકશાન થાય. ધારેલું કાર્ય ના થાય.
વૃષભ :- રજા નો દિવસ હોવા છતાં પણ તમે કામથી ઘેરાયેલા રહો. ગુસ્સો થોડો વધારે આવી શકે છે. ઉગ્ર ચર્ચા પણ થઈ શકે છે. શરીરમાં થોડી તકલીફ હોય એવું લાગે. સાંજ પછી તમે તમારા જીવનસાથી સાથે સુંદર પળો માણી શકો છો.
મિથુન :- નાની પિકનિક પર આજે જઈ શકો છો. આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. તમારા પ્રિય પાત્ર જોડે રોમાંચક પળો વિતાવી શકો છો. ઉત્સાહ પર થોડો કાબૂ રાખવો. તમારી વાણી ના કારણે તમારા મિત્રો ને માઠું લાગી શકે છે.
કર્ક :- તમે તમારી સમજદારીથી તમારા મતભેદ ઉકેલી શકો છો. તમને સમજાશે કે તમારી સમસ્યા નો ઉકેલ તમારા જ હાથ માં છે. યાદ રાખજો કે થોડું ઝૂકી જવું તમારા માટે હિતાવહ છે. આજે થોડું ઘર ની બહાર નીકળશો તો મનને તાજગી મળશે.
સિંહ :- આજે ઘર માં રહેવાની ઈચ્છા ઓછી રહે. મનગમતી વસ્તુ ની ખરીદી કરવાની મજા લઈ શકો છો. અને સારા ડિસ્કાઉન્ટ નો લાભ પણ લઈ શકો છો. તમારા ભાઈ બહેન જોડે આજે તમે તમારી સમસ્યાને લઈને ચર્ચા કરી શકો છો.
કન્યા :- આજે સવારમાં જ સારા પકવાન નો લાભ લઈ શકશો. કુટુંબીજનો સાથે ખૂબ સારો સમય વિતાવશો. સારો બિઝનેસ કેવી રીતે મેળવી શકાય એ માટેની યોજના બનાવી શકો છો. તમારા સાચવેલા સબંધો તમને મદદરૂપ થાય.
તુલા :- આજે તમારા મિત્રો તમારી પાસેથી કંઈક નવું શીખશે. તમે ભાગ્ય કરતા મેહનત ને વધારે મહત્વ આપી જાતે જ બધું કાર્ય કરશો. તમે બાહરી તત્વો પર ધ્યાન ના આપતા, પોતાના મનના અવાજને વધારે સાંભળશો. આત્મવિશ્વાસ વધે.
વૃશ્ચિક :- આજે એકલા રહેવાની ઈચ્છા થાય. ફક્ત આરામ કરી દિવસ પૂરો કરવાની ઈચ્છા રહે. તમે આજે એકલામાં બેસી મનન કરશો. કોઈની થોડી દખલગીરી પણ તમને ગુસ્સો અપાવે. સાંજ પછી થોડું મન શાંત થાય.
ધનુ :- આજે માહોલ શાંતિપૂર્ણ રહે. તમે વધારે પડતા નચિંત અને બેફિકર થઈ જાઓ. તમારા મિત્રોનો સહકાર મળ્યા કરે. થોડી સાવધાની રાખવી જરૂરી છે. તમે આજે મિત્રો પાછળ સારા પ્રમાણમાં ખર્ચ કરી શકો છો. રાત્રે ઉંઘ મોડી આવે.
મકર :- તમારા મન માં તમારી કારકિર્દીને લગતા વિચારો ચાલ્યા કરે. અને તમે તેમાં સફળ થવા માટે કોઈ યોજના પણ બનાવી શકો છો. આ યોજનામાં જીવનસાથી ને સાથે રાખવા હિતાવહ છે. તમે ઘર લેવા માટે પણ વિચારી શકો છો.
કુંભ :- આજે કોઈ ધાર્મીક સ્થળ ની મુલાકાત લઈ શકો છો. તમારા ગુરુની મુલાકાત લેવી પણ તમારા માટે સારી છે. આજે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવી કોઈ સલાહ મળી શકે છે. કુટુંબ ના સભ્યોમાં પ્રેમ વધે. તમારે વધારે સલાહ આપવી નહી.
મીન :- આજે તમે ભૂતકાળની ઘટનાઓને વાગોળશો. મન અશાંત રહે. તમારી અંગત વ્યક્તિ તમારું દિલ દુભાવી જાય. આજે આર્થિક નુક્શાન થઈ શકે છે. કોઈ પણ અગત્યના નિર્ણયો આજે અમલમાં મૂકવા નહી. સાંજ પછી રાહત રહે.