ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળ: મેષ રાશિના જાતકોએ સાચવવું, ધનુ રાશિના જાતકોએ ગુપ્તતા જાળવવી

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૫ જૂન ૨૦૨૨, વાર :- રવીવાર

તિથિ :- જેઠ સુદ છઠ્ઠ

રાશી :-  રાત્રે ૨૪:૨૩:૪૬ સુધી કર્ક, ત્યારબાદ સિંહ રાશિ

નક્ષત્ર :- આશ્લેષા 

યોગ :- વ્યાઘાત

કરણ :- કૌલવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- બપોર સુધી શાંતિ રહે. અચાનક જૂની સમસ્યા સામે આવીને ઊભી રહે. થોડું સંભાળીને ચાલવું તમારા માટે આવશ્યક છે. તમારી માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. પણ વિકટ પરિસ્થિતિમાં પણ તમે ઘરના વાતાવરણમાં શાંતિ લાવી શકો છો.

વૃષભ :- આજે તમારા વાહનમાં તકલીફ આવી શકે છે. અને એ કારણે તમારા કામ વિલંબથી પૂરા થાય. તમે તમારા ટેકનીકલ નોલેજ નો ઉપયોગ કરીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢી શકો છો. સાંજ પછી ગાડી પાટા પર આવી જાય.

મિથુન :- થોડીક એકલતા લાગે. પણ તમારો મળતાવડો સ્વભાવ એ દૂર કરવામાં મદદરૂપ થાય. તમે દરેક કામમાં મન લગાવીને મહેનત કરશો. આજે પરિવારથી દૂર રહેવાનું થઈ શકે. અનાવશ્યક વિવાદોથી દૂર રહેવું. બેંક બેલેન્સ ઓછું થઈ શકે છે.

કર્ક :- તમારી ચિંતા દૂર થાય. તમે પોતે જ તેમાંથી બહાર નીકળી શકવાનું સામર્થ્ય ધરાવો છો. તમે તમારી પોતાના ભલાઈ માટે કોઈ અગત્યનો નિર્ણય લેશો. આજે તમે તમારી રચનાત્મકતા નો ઉપયોગ કરીને કંઈક નવું જ કાર્ય કરી શકો છો.

સિંહ :- તમારા કોઈ સંબંધી તમારાથી નારાજ થઈ શકે છે. જીવનસાથી સાથે થોડું સમાધાન કરીને ચાલવું હિતાવહ રહેશે. આજે તમારી પાસે કોઈ ઉછીના નાણાં માંગી શકે છે. જવાબદારીઓ વધે. પોતાની કાર્ય ક્ષમતા અંગે મનમાં શંકા જાગે.

કન્યા :- દિવસ દરમ્યાન ઉતાર-ચઢાવ બંને રહેશે. વ્યાપાર સંબંધી જૂનું કામ પાછું ચાલુ થાય. નોકરી માટે કોઈ નવી સારી ઓફર આવી શકે છે. રાત્રે મીત્રો જોડે લોંગ ડ્રાઈવ ઉપર જઈ શકો છો. મનમાં પ્રેમની ભાવના જાગી શકે છે.

તુલા :- તમારા વ્યાપારને એક સારો સપોર્ટ મળી જાય. મહત્વકાંક્ષાઓ વધે. તમારે બધાને ખુશ કરવાની કોશિશ કરવી નહીં. તમે તમારા વિચારોથી તમારી ઓળખ ઉભી કરી શકો છો. તમારા પિતાને સલાહ યાદ રાખીને કોઈપણ નિર્ણય લેવા.

વૃશ્ચિક :- જૂની વાતો યાદ આવે. તમારા ગુરુ પરનો વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નિકળવા મદદ કરશે. આજે જાણે ભાગ્ય તમારી સાથે હોય તેવું લાગે. તમારી શ્રદ્ધા તમને સફળતા અપાવે. આજે સાંજે કોઈક મંદિરમાં તમે જઈ શકો છો.

ધનુ :- તમારે મહત્વના કાર્યો અંગે ગુપ્તતા જાળવવી જરૂરી છે. કોઈની પણ સાથે વગર વિચાર્યે બધી વાતો કરવી નહિ. મિત્રોના સાથ-સહકારની કમી નો અનુભવ થાય. તમારી અંતઃસ્ફુરણા પર વિશ્વાસ રાખીને જ કોઈ પણ કામ કરવું.

મકર :- તમારા જીવનસાથી આજે સમાધાન ભર્યું વલણ રાખશે. લગ્ન જીવનમાં મધુરતા આવે. બીઝનેસ ડીલ જે ઘણા લાંબા સમયથી રોકાયેલી હતી એ મળી શકે છે. નોકરિયાતવર્ગને વ્યાપારમાં ઝંપલાવવા માટેના વિચારો આવે.

કુંભ :- આરોગ્ય સંબંધી ચિંતા રહે. તમને તમારું સ્વાસ્થ્ય બગડી રહ્યું હોય એમ લાગે. તમારા સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. જો કોઈ પરીક્ષા આપી હોય તો એનું પરિણામ સરસ આવે. કોઈપણ બાબતે સમજણપૂર્વક વિચારીને મંતવ્ય આપવો.

મીન :- જિંદગીમાં કોઈ નવીનતા લાવવાનું મન થાય. એમાં તમારા પ્રિય પાત્ર તમને સાથ સહકાર આપે. તમે તમારા બાળકો સાથે સુંદર સમય પસાર કરી શકો છો. તમે તમારા મકાન મિલકત માં વૃદ્ધિ થાય તે માટે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો.

નીકી પ્રવીણ વાંકાવાળા

ફોન નંબર :- 9099056963

જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

 

Back to top button