ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ મેષ રાશિના જાતકો માટે આવકના રસ્તા ખૂલશે, કર્ક રાશિના જાતકો સાહસ કરશે તો સફળ થશે

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૮ જૂન ૨૦૨૨, વાર :- બુધવાર
તિથિ :- જેઠ સુદ આઠમ
રાશી :- સવારે ૧૦:૦૨:૫૩ સુધી સિંહ રાશિ, ત્યારબાદ કન્યા રાશિ
નક્ષત્ર :- ઉત્તર ફાલ્ગુની
યોગ :- સિદ્ધિ
કરણ :- સવારે ૦૮:૨૯:૫૪ સુધી બવ, ત્યારબાદ બાલવ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- તમારા મનમાં ડર, ચિંતા અને અકળામણ રહે. સાધારણ ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડી શકે છે. તમારું જક્કી વલણ તમને જ નડી શકે છે. કામકાજની દ્રષ્ટિએ દિવસ સારો જાય. તમે તમારું ટારગેટ પૂરું કરી શકો. નવી આવક ના રસ્તા ખુલી શકે છે.

વૃષભ :- કાર્યભાર ઓછો થાય. થોડા સમયથી જે દબાણ અનુભવી રહ્યા છો તેમાં રાહત મળે. તમારી મુશ્કેલીઓ અંગે સ્થિરતાપૂર્વક નિર્ણય લઈ શકશો. બગડેલા સંબંધો સુધારવા માટે તમારે પહેલ કરવી. સામેથી સારો પ્રતિસાદ મળશે.

મિથુન :- તમારું ઉતાવળિયું પગલું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા મનના અવાજને સાંભળવાથી તમને સાચો રસ્તો મળશે. વાહન સંબંધી સમસ્યાઓ હળવી થાય. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સારી જગ્યાએ એડમિશન મળી શકે છે.

કર્ક :- તમારા કરેલા આયોજનોને અમલમાં મૂકવાનો દિવસ છે. તમારી લાગણીશીલતા ને વ્યવહારુ અભિગમ આપવો. તમારી કરેલી મહેનતની કદર થાય. આજે જો હિંમતપૂર્વક પગલા લઈને સાહસ ઉઠાવશો તો સફળતા નિશ્ચિત છે.

સિંહ :- દિવસની શરૂઆત હકારાત્મકતા થી થાય. તમારા કાર્યક્ષેત્ર અંગે તમે એક મહત્વનો નિર્ણય લેશો. આ નિર્ણય આવકના બીજા સ્તોત્ર ખોલશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ આજે સારો દિવસ છે.

કન્યા :- દિવસની શરૂઆત વ્યગ્રતાથી થાય. પણ દિવસના અંતે રાહત મળી જાય. તમે આજે આળસ ખંખેરીને મહેનત કરશો. તમારૂ ચીવટપૂર્વક કરેલું કાર્ય સફળતા અપાવે. મનમાં શંકા રાખવી નહીં. નિયત સમય પર દરેક કાર્ય પૂર્ણ કરવા.

તુલા :- ઉત્સાહની સાથે ધીરજ પણ રાખવી જરૂરી છે. તમારી સમજણ શક્તિનો ઉપયોગ કરવો. આજે તમે કોઈ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે તમારા વ્યાપાર ધંધાના વિકાસ માટે અને પ્રસિદ્ધિ માટે આજે ખર્ચ કરશો.

વૃશ્ચિક :- આજે ધનલાભ થઈ શકે છે. તમારી મહેનતનું સારું પરિણામ મળે. સાચી વાતને પણ થોડી નમ્રતા પૂર્વક રજુ કરવી. તમારૂ જ્ઞાન તમારા માટે સફળતાની ચાવી બને. તમારું માર્ગદર્શન તમારા સાથીઓને પણ સફળતા અપાવી શકે છે.

ધનુ :- પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારી સમાજની માનનીય વ્યક્તિ જોડે મુલાકાત થાય. જે તમારી કારકિર્દીને મદદરૂપ થાય. તમારા જ્ઞાનને સાચી દિશા મળે. કોઇની પણ વાતમાં આવવું નહીં. કોઈ પણ વાત માટે વિચારી ને સહમતી આપવી.

મકર :- ભાગ્યનો સાથ સહકાર રહે. કોઈ દિવ્ય ઉર્જા તમારી સાથે હોય તેઓ અનુભવ થાય. તમારા જીવનસાથી તમને સાચી સલાહ આપી શકે છે. સાસરા પક્ષની વ્યક્તિઓ પણ તમને મદદરૂપ થઈ શકે છે. આજે ભક્તિમાં મન વધારે લાગે.

કુંભ :- વિચારોમાં થોડી નકારાત્મકતા રહે. મહત્વના કાર્યની શરૂઆત સવારે દસ વાગ્યા પહેલા જ કરી લેવી. તમારા ઉપરી અધિકારીઓ સાથે થોડી સંભાળીને વાત કરવી. સ્વાસ્થ્ય અંગે લાપરવાહી રાખવી નહીં. પક્ષી ને ચણ નાખવાથી રાહત રહે.

મીન :- આજે કોઈ સારી બિઝનેસ ડીલ થઈ શકે છે. તમારી લોકપ્રિયતામાં વધારો થાય. અપેક્ષા ના રાખી હોય ત્યાંથી પણ મદદ મળે. પ્રતિસ્પર્ધીઓને ક્ષમતા અંગે લાપરવાહી રાખવી નહીં. કોઈ પણ અગત્યનું કાર્ય આજે જ પૂરું કરવું તમારા માટે હિતાવહ રહેશે.

Back to top button