ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળ: મેષ રાશિના જાતકોને સારી તક મળશે, વૃષભ રાશિના જાતકો સાથે ભાગ્યનો સહયોગ

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૧૮ જૂન ૨૦૨૨, વાર :- શનીવાર

તિથિ :- જેઠ વદ પાંચમ

રાશી :- સાંજે ૧૮:૪૧:૪૩ સુધી મકર, ત્યારબાદ કુંભ

નક્ષત્ર :- સવારે ૦૭:૩૮:૦૧ સુધી શ્રવણ, ત્યારબાદ ધનિષ્ઠા

યોગ :- વૈધૃતી

કરણ :- કૌલવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે સામેથી સારી તક મળી શકે છે. શનિ મહારાજ ની કૃપા રહેશે. આર્થિક સંકડામણ દૂર કરવાના ઉપાયો મળે. તમારા મિત્રો તમને મદદરૂપ થાય. મકાન મિલ્કત સંબંધી કાર્યો આગળ વધે. તમારી માતાના આશીર્વાદ લાભકારી નીવડે. 

વૃષભ :- પરિસ્થિતિ માં સારો વળાંક આવે. આજે તીર્થયાત્રા નું આયોજન કરી શકો છો. સાથે ઘર માં કોઈ ધાર્મિક પ્રસંગ નું આયોજન પણ કરી શકો છો. ભાગ્યનો સહયોગ મળી રહે. તમારી જાગૃતતા વધે. ભાઈ બહેન સાથેનો લગાવ વધે.

મિથુન :- તમે તમારી આલોચના માંથી નવું શીખીને આગળ વધશો. તમે વ્યવસાય અને કુટુંબ વચ્ચે સમતુલન રાખી શકશો. નાણાકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું. આજે કોઈને ઉછીના નાણાં આપવા નહીં. સાંજ પછી આનંદના સમાચાર મળી શકે છે.

કર્ક :- અગત્યના કાર્યો સાંજ પહેલા થઈ જાય તે વાતનુ ધ્યાન રાખવુ. તમે તમારા વ્યાપાર ધંધા ને લગતો કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. આજે કોઈ નવી ડીલ થઈ શકે છે. બધું સારું હોવા છતાં પણ મનમાં ઉદાસીનતા રહે.

સિંહ :- નોકરિયાત વર્ગ માટે આજે ઘણો સારો દિવસ છે. આજે કોઈ નવી જગ્યાએ થી સારી નોકરીની ઓફર આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ શુભ દિવસ છે. સ્પર્ધાત્મક પરીક્ષા નું સારું પરિણામ આવી શકે છે. સારી જગ્યાએ એડમીશન મળી શકે છે.

કન્યા :- આજે તમે તમારી રચનાત્મકતા નો ઉપયોગ કરીને કોઈ નવું કાર્ય કરી શકો છો. તમે તમારા હુન્નરને કારકિર્દીનું સ્વરૂપ આપવા માટે વિચારી શકો છો. જેમાં તમને તમારા પ્રિયજનો સંપૂર્ણ સાથ રહે. ખેલકૂદમાં સારો દેખાવ કરી શકો છો.

તુલા :- આજે તમારા સંતાન જોડે મતભેદ થઈ શકે છે. તમને એમના ભવિષ્યની ચિંતા રહે. આજે તમે કોઈ નવું વાહન વસાવવા માટે વિચારી શકો છો. વિદ્યાર્થીઓ માટે ખુબ સરસ દિવસ છે. તમે તમારા આગામી શિક્ષણ માટે ખૂબ સારું પગલું ભરશો. 

વૃશ્ચિક :- આજે ઘરની બહાર તમે વધારે સમય વિતાવશો. વાહન ચલાવતા થોડું ધ્યાન રાખવું. કોઈપણ દસ્તાવેજ સબંધી કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે. તમારા પાડોશીઓ તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થાય.

ધનુ :- તમારી મહેનતનું શુભ પરિણામ મળે. આજે નાણાંનો પ્રવાહ સારો રહેશે. આનંદમાં આવીને કોઈને કોઈ પણ વચન આપવું નહીં. વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આંખોને સાચવવી.

મકર :- તમને તમારા જીવનસાથીનો એક નવો જ અંદાજ જોવા મળે. આજે પૂરા ભાવથી તમને સાથ આપી શકે છે. સંજોગો આપને અનુકૂળ રહે. અગત્યના કાર્યો પુરા કરવા માટે આજનો દિવસ શુભ છે. તમારા આરોગ્યમાં સુધારો થાય.

કુંભ :- આજે તમારા પ્રતિસ્પર્ધીઓ વધારે બળવાન રહે. તમારા મહત્વના કાર્યોમાં મુશ્કેલીઓ આવે. આજે કોઈ સંબંધીની તબિયત પૂછવા હોસ્પિટલ જવાનું થઈ શકે છે. તમારા સારા સ્વાસ્થ્ય માટે ખર્ચ કરી શકો છો.

મીન :- આજે તમે તમારા પ્રિય પાત્ર જોડે સુંદર મજાનો સમય વિતાવી શકો છો. તમારા મિત્ર તરફથી તમને કોઇ આનંદના સમાચાર મળે. કોઈપણ નવા મંત્ર જાપ ની શરૂઆત કરવા માટે આજે શુભ દિવસ છે. શેર બજાર મા રોકાણ કરવા માટે આજે શુભ દિવસ છે.

Back to top button