ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળ: મેષ રાશિના જાતકો નવા કાર્ય ચાલુ કરી શકશે, મિથુન રાશિના જાતકોએ મોટું રોકાણ કરવું નહીં

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૨૭ જૂન ૨૦૨૨, વાર :- સોમવાર

તિથિ :- જેઠ વદ ચૌદસ 

રાશી :- વૃષભ

નક્ષત્ર :- સાંજે ૪:૦૦:૫૯ સુધી રોહિણી, ત્યારબાદ મૃગશીર્ષ 

યોગ :- શૂલ 

કરણ :- સવારે ૧૬:૩૭:૩૧ સુધી વિષ્ટી (ભદ્રા), ત્યારબાદ શકુની 

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- નવું કાર્ય ચાલુ કરવા માટે આજે યોગ્ય દિવસ છે. આજે આર્થિક લાભ સારા પ્રમાણમાં થઈ શકે છે. તમારા દરેક નિર્ણય માં પરિવારજનો તમારી સાથે રહે. ઘરમાં રહેવાની ઈચ્છા વધારે રહે. આજે આંખ અને દાત નું ધ્યાન રાખવું. દુખાવો થઈ શકે છે. 

વૃષભ :- હકારત્મકતા અને ઉત્સાહ માં વધારો થાય. આજે તમે નવું સાહસ ઉઠાવી શકશો. આજે સફળતા મળી શકે છે, બસ તમારે આત્મવિશ્વાસ અને હિંમત રાખવાની જરુર છે. આજે સાથ સહકાર ની જરૂર નહિ રહે. તમે એકલા જ પહોંચી વળશો.

મિથુન :- આજે કોઈ મોટું રોકાણ કરી શકો છો. જે કરવું તમારા માટે સારું છે. નહી તો બચત ના રૂપિયા ખોટી જગ્યાએ વેડફાઈ જાય. કોઈની પણ સાથે બોલીને બંધાવું નહી. એના કારણે તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. મનમાં અસંતોષ રહે.

કર્ક :- તમારે તમારા પોતાનામાં હિંમત જગાવવાની જરૂર છે. તમે ધારો તો તમારી જિંદગીમાં ખુશી લાવી શકો છો. તમારી લાગણીશીલતા ને વ્યવહારુ બનાવવી તમારા માટે હિતાવહ છે. તમારા સંતાનનો સાથ સહકાર બન્યો રહે.

સિંહ :- તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારા કરેલા કામની સરાહના થાય. વ્યાસાયિક સફળતા સારી મળે. તમે તમારા બિઝનેસ ને ઉપર લઈ જવા માટેના પગલાં લઈ શકો છો. તમારા કૌટુંબિક જીવનમાં વિખવાદ થઈ શકે છે.

કન્યા :- ઈશ્વરીય સહાયથી તમારા કાર્ય પાર પડે. તમારે આજે દરેક કાર્ય ઉંડાણપૂર્વક વિચારીને કરવા. તમારી અંતઃસ્ફુરણા તમને સારી પ્રેરણા આપશે. તમારા પિતાના સંબંધો તમને લાભ અપાવી જાય. પિતા ના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી.

તુલા :- દરેક કાર્ય આજે અટકી અટકીને થાય. તમારી વાત કોઈ સાંભળતું જ નહીં હોય એવું લાગે. તમારે તમારા પોતાના અભિગમ વિશે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત આજે કરવી નહિ. કાલથી કરવી સારી રહે.

વૃશ્ચિક :- આજે અણધાર્યો સહકાર મળી જાય. આજે તમને સામેથી પ્રપોઝલ આવી શકે છે. લગ્નની વાત આગળ વધી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે આજે બહર જવાનું આયોજન કરી શકો છો. વ્યાપાર ધંધા માટે પણ આજનો દિવસ શુભ છે.

ધનુ :- આજે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. નાની સરખી વાત માં મોટો ઝઘડો થઈ શકે છે. તમારે બોલવામાં ધ્યાન રાખવું જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે આજે સારો દિવસ છે. આજે પગાર વધારા માટેની પ્રપોઝલ મુકી શકાય.

મકર :- તમારી રચનામક્તા ખીલીને બહાર આવે. તમારી અંદર રહેલી કળા તમારા સંબંધો વધારી આપે. આજે પ્રેમીજનો માટે ખૂબ સુંદર દિવસ છે. તમારુ પ્રિય પાત્ર તમને સુંદર ભેટ સોગાદ આપી શકે છે. તમારા મિત્રો કોઈ સુંદર સમાચાર આપી શકે છે.

કુંભ :- આજે તમારી કારકિર્દી માટે શુભ દિવસ છે. તમે તમારું કામ ખૂબ ચીવટતાપૂર્વક કરશો. વિદ્યાર્થીઓ માટે પણ આજે શુભ દિવસ છે. નવો વિષય ભણવાની શરૂઆત આજથી કરી શકાય. તમારા શિક્ષકો તમારાથી ખુશ રહેશે. આરોગ્યનું ધ્યાન રાખવું.

મીન :- તમારી સાહસિકતા માં વધારો થાય. નવી યોજનાઓ આજે અમલમાં મૂકવી. આજે તમારી મુકેલી વાતને લોકો ધ્યાનથી સાંભળે અને એને અમલમાં પણ મૂકે. આજે તમે કોઇ સારી બુક વાંચી શકો છો. તમારી લેખન વૃત્તિમાં પણ નિખાર આવી શકે છે. 

Back to top button