આજનું પંચાગ
તારીખ :- ૩૦મે ૨૦૨૨, વાર :- સોમવાર
તિથિ :- વૈશાખ વદ અમાસ (સોમવતી અમાસ)
રાશી :- વૃષભ
નક્ષત્ર :- સવારે ૭:૧૧:૦૮ સુધી કૃતિકા, ત્યારબાદ રોહિણી
યોગ :- સુકર્મા
કરણ :- નાગવા
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે લક્ષ્મીને આવકારવા માટે તૈયાર રહેજો. નાણાંનો પ્રવાહ સારો રહેશે. આજે શાંતિ રાખીને કાર્ય કરવું, નહી તો ગરબડ થઈ શકે છે. જીવનસાથી જોડેની ચર્ચા થોડી ઉગ્ર બની શકે છે. તડકામાં વધારે સમય રહેવું નહી.
વૃષભ :- આજે આંતરિક ઊર્જાનો સંચાર થશે. તમારી દ્રઢ ઇચ્છાશક્તિ ના બળે મુશ્કિલ કાર્ય પણ પાર પડે. પડોશીઓ જોડે સંભાળીને વાત કરવી. તમારી વાતનો ખોટો અર્થ ત્રીજી વ્યકિત સુધી પહોંચી શકે છે. મિત્રોનો સાથ સહકાર મળી રહે.
મિથુન :- તમારી છબી બગડે નહી તેનું ધ્યાન રાખવું. તમારા માટે ખોટી અફવા ઉડી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારી મુશ્કેલી વધારી શકે છે. તમારી આળસ તમને નડે. પણ જો યોજનાપૂર્વક કામ કરવામાં આવે તો રાહત રહે.
કર્ક :- કોઈની પણ ટીકા-ટિપ્પણી થી ગભરાવું નહીં. ખરેખર તો આજે સફળતા મળે એવો દિવસ છે. આવક વધી શકે તે માટેના બીજા રસ્તા મળે. આજે તમારી લાગણીશીલતા માં વધારો થાય. તમારા પિતરાઈ ભાઈ બહેન સાથે મુલાકાત થઇ શકે છે.
સિંહ :- આજે વ્યાપાર ધંધાના વિકાસ માટે નવી યોજના બનાવી શકો છો. આજે જે કોઈ કાર્યની શરૂઆત કરશો તેમાં સફળતા મળશે. સાથી કર્મચારીઓનો સાથ સારા પ્રમાણમાં મળે. મુશ્કેલ કાર્ય પણ પાર પડે. એકંદરે જીતનો દિવસ કહી શકાય.
કન્યા :- આજે તમે તમારા સિદ્ધાંતો અને માન્યતાઓ વિશે મનન કરશો. તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ તમે માનો છો એટલી પણ વિકટ નથી તમને આજે ઈશ્વરે સહાય મળી રહે. તમારી આધ્યાત્મિક રસરૂચિ માં વધારો થાય.
તુલા :- વધારે જોખમ ઉઠાવવું નહીં. જો તમે કોઈ વીમા ની પોલીસી લેવા માંગતા હો તો આજનો દિવસ સારો છે. સાસરાપક્ષની વ્યક્તિઓનો સાથ સહકાર રહેશે. તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા કરતાં વધારે લાભ મળી રહ્યો છે એવા અનુભવ થાય.
વૃશ્ચિક :- આજે તમારી મુલાકાત કોઇ વિશેષ વ્યક્તિ સાથે થઇ શકે છે, જે તમને ભવિષ્યમાં મદદરૂપ થશે. આજે તમે વ્યવહારિક દ્રષ્ટિકોણ રાખીને ચર્ચા કરશો. કોઈ મોટી બિઝનેસ ડીલ થઈ શકે છે. તમારો ગ્રાહક વર્ગ તમારી પ્રશંસા કરશે.
ધનુ :- સમૃદ્ધિમાં વધારો થાય. ધંધાકીય ભાગીદાર જોડે તમે બિઝનેસ કેવી રીતે વધારો તે બાબતે ચર્ચા કરશો. નોકરી માટે અરજી કરવા માંગતા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. તબિયત સાચવવી. પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
મકર :- તમે તમારા કાર્યમાં કંઈક નવીનતા લાવવા માટે પ્રયત્ન કરશો. તમારો શોખ પૂરો કરવા માટે ખર્ચ કરી શકો છો. આરોગ્યમાં સુધારો થાય. પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી તમારા માટે ફાયદાકારક છે. આજે કોઈને ઉછીના નાણાં આપવા નહીં.
કુંભ :- આવક થોડી ઓછી થઈ ગઈ હોય એવું લાગે. મનમાં નકામી ચિંતા રહે તમે કંઈક નવી વસ્તુ શીખવા નો પ્રયત્ન કરી શકો છો. સુખ શાંતિની નવી જ વ્યાખ્યા મળશે. પશુ-પક્ષીઓ માટે પ્રેમ જાગે. તમારા કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થાય.
મીન :- આજે ખુબ સરસ પ્રેરણાત્મક લખાણ લખી શકો છો. તમારું વાકચાતુર્ય તમને સફળતા અપાવશે. જો આજે કોઈ જગ્યાએ તમારો ઇન્ટરવ્યૂ હોય તો તેમાં પણ સફળતા મળી શકે છે. નાની સરખી યાત્રા થઈ શકે છે.