ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ મેષ રાશિના જાતકોને પ્રવાસના યોગ, ધનુ રાશિના જાતકોને સામાજિક પ્રસંગોમાં જવાનું થાય

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૨૯ જૂન ૨૦૨૨, વાર :- બુધવાર

તિથિ :- જેઠ વદ અમાસ

રાશી :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા

યોગ :- વૃદ્ધિ

કરણ :- સવારે ૮:૨૧:૧૭ સુધી નાગવ, ત્યારબાદ કિસ્તુઘ્ન

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે મુસાફરીનો યોગ બની રહ્યા છે. તમારી હિંમત અને સાહસ માં વધારો થાય. આજે તમે સારુ વાંચન પણ કરી શકો. છો. તમારી લેખન ક્ષમતામાં સુધારો થાય. આજે તમારે તમારા વાહનનું પાર્કિંગ બરાબર કરવું, નહીં તો દંડ થઈ શકે છે.

વૃષભ :- આજે તમે તમારા દૂરના કુટુંબીજનને મળી શકો છો. આજે ઘર પરિવારના સભ્યો સાથે આનંદ માં સમય પસાર થાય. બધા મળીને કોઈ પ્રસંગનું આયોજન કરી શકો છો. વ્યવસાયિક રીતે પણ આજનો દિવસ શુભ છે નાણાનો પ્રવાહ સારો રહે.

મિથુન :- આજે તમને ચિંતા માંથી હળવાશ મળે. તમને તમારા પ્રશ્નનો ઉકેલ મળે. અને આ ઉકેલ તમને તમારી હકારાત્મકતા આપે. તમારે ફક્ત થોડી હિંમત અને આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. જેમાં તમને તમારા કુટુંબીજનોનો સહકાર મદદરૂપ થાય.

કર્ક :- બધું સારું હોવા છતાં પણ મનમાં ઉદાસીનતા રહે. તમને આર્થિક સમસ્યા પણ સતાવી શકે છે. મનમાં કોઈક ડર હોય. જેના કારણે તમે યોગ્ય નિર્ણય લઇ ના શકો. કોઈપણ મહત્વનો નિર્ણય આજે ના લેતા કાલે લેવો તમારા માટે વધારે યોગ્ય રહેશે.

સિંહ :- કોર્ટ-કચેરીના કાર્યમાં આજે સફળતા મળી શકે છે. તમારે તમારા મિત્રો પર વધુ પડતો વિશ્વાસ મૂકવો નહીં. આજે  આર્થિક લાભ સારા પ્રમાણમાં મળી રહે. તમારા વ્યાપાર ધંધાના વિકાસ માટે તમે કોઈ મહત્વના પગલાં લઈ શકો છો.

કન્યા :- કામનો ભાર આજે વધારે રહે. તમને બિલકુલ પણ સમય ન મળે. તમારા કુટુંબના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. તમારા ઉપરી અધિકારીઓ અને સહ કર્મચારીઓ ને તમારા કાર્ય થી ખુશી મળે. આજે તમે દ્રઢ પગલાં લઈ શકો છો.

તુલા :- આજે ભાગ્યનો પૂરો સાથ સહકાર રહે. આજે તમે તમારી અંતઃસ્ફુરણા અને સૂક્ષ્મ દ્રષ્ટિ નો જેટલો ઉપયોગ કરશો, એટલા અલગ જ રસ્તા ખુલશે. આજે તમારું મન તમારા નોકરી ધંધામાં ઓછું લાગે. ઓમ નમઃ શિવાયના જાપ કરવા.

વૃશ્ચિક :- આજે તણાવપૂર્ણ માહોલ બન્યો રહે. તમને નાહકની ચિંતા સતાવી શકે છે. જાણે બધા કાર્યો રોકાઈ ગયા હોય એવું લાગે. ઉર્જા પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. નજીકના મિત્રો સાથે તમારી સમસ્યાઓ ની ચર્ચા કરવી લાભકારી રહેશે.

ધનુ :- આજે તમારે કોઇ સામાજિક પ્રસંગમાં જવાનું થઈ શકે છે. આજે લોકોને મળવું તમારા માટે લાભકારી રહેશે. આજે કોઈ અનપેક્ષિત બિઝનેસ ડીલ થઈ શકે છે. આજે આવતી તકનો લાભ હોશિયારી પૂર્વક લઈ લેવો તમારા માટે લાભકારી રહેશે.

મકર :- આજે નોકરિયાત વર્ગ માટે સારો દિવસ છે તમે. તમારી બઢતી માટેનો પ્રસ્તાવ પણ મૂકી શકો છો. આજે વ્યાપારી વર્ગને થોડું સંભાળીને રહેવું. તમારા વર્ષોના સંબંધો બગડી શકે છે. આજે વધારે દલીલો કરવી નહીં. ચર્ચા વધારે ઉગ્ર થઈ શકે છે.

કુંભ :- આજે મન પ્રસન્ન રહે. તમારા આરોગ્યમાં સુધારો થતો જણાય. આજે તમે રચનાત્મક રીતે નવું કાર્ય કરશો. આજે નોકરી માટે અરજી કરવી નહીં. જવાબ નકારાત્મક આવી શકે છે. આજે સંતાન સાથે સમય પસાર કરવો તમારા માટે લાભકારી રહેશે.

મીન :- તમને તમારી માતાના સ્વાસ્થ્ય ની ચિંતા વધારે રહે. તમારું આજે કામ કરવામાં મન ના લાગે. મનમાં એક અજાણ્યો ડર રહે. તમે આજે ઘરની સુખ સુવિધા માટેનું કોઈક સાધન વસાવી શકો છો. આજે તમે શાંત રહેવું વધારે પસંદ કરશો.

 

Back to top button