

આજનું પંચાગ
તારીખ :- ૯ જૂન ૨૦૨૨, વાર :- ગુરુવાર
તિથિ :- જેઠ સુદ નવમી
રાશી :- કન્યા
નક્ષત્ર :- હસ્ત
યોગ :- વ્યતિપાત
કરણ :- સવારે ૦૮:૨૦:૫૧ સુધી કૌલવ, ત્યારબાદ તૈતિલ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- થોડો આનંદ માં તો થોડો અકળામણ માં દિવસ પસાર થાય. આજે પ્રતિસ્પર્ધી થોડા નરમ રહે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તો સારું પરિણામ આવે. આજે તમે મદદ કરીને આનંદ મેળવશો. તમે આજે તમારૂ શ્રેષ્ઠ કાર્ય આપી શકશો.
વૃષભ :- આજે પ્રેમભર્યો માહોલ રહેશે. તમે માહોલને ખુશનુમા બનાવશો. તમારા હુનર તમને આકર્ષક બનાવે. પણ લાગણીમાં વધારે તણાઈ જશો. તમારું મનગમતું પાત્ર આજે સામેથી તમારો સંપર્ક કરી શકે છે. રમતગમતમાં સારો દેખાવ કરી શકો છો.
મિથુન :- આજે પરિવારના સભ્યો મળીને ઘરને નવો દેખાવ આપવા માટે ચર્ચા કરશો. આજે કામકાજમાં મન ઓછું લાગે. તમારી ઈચ્છા ઘરમાં રહીને જૂની સ્મૃતિ વાગોળવાની થાય. આનંદ અને દુઃખનો મિશ્ર અનુભવ રહે. છતાં પણ મનમાં સંતોષ રહે.
કર્ક :- ઘણા સમયથી મનમાં દબાવી રાખેલી વાત કહેવા માટે આજે યોગ્ય દિવસ છે. તમે તમારી વાત ની યોગ્ય રજૂઆત કરી શક્શો. તમારી લેખન ક્ષમતા નો વિકાસ થાય. તમારા લાગણીશીલ સ્વભાવની આજે નોંધ લેવાય. આત્મવિશ્વાસ વધે.
સિંહ :- આજે આખો દિવસ તમારા મનમાં રોકાણ અને બચતના વિચારો રહે. જોકે આજે કરેલું રોકાણ ફાયદો કરાવી જાય. તમે સારા પ્રમાણમાં બચત પણ કરી શકો છો. અને તમે આજે ઇન્વેસ્ટમેન્ટ માટેની ખૂબ સારી સલાહ પણ આપી શકો છો.
કન્યા :- આજે કોઈ મોટા આનંદ ના સમાચાર મળી શકે છે. તમારી મેહનત રંગ લાવે. યાદ રાખજો કે તમે બીજાનો ભરોસો ના રાખતા અને પોતે જ દરેક કાર્યમાં રસ લેજો. તમારી ઉર્જા નો વ્યવસ્થિત ઉપયોગ ખૂબ સારું પરિણામ આપશે.
તુલા :- તમને તમારી ક્ષમતા અંગે શંકા થાય. આત્મવશ્વાસ થોડો ડગી જાય. કોઈ તમારા સન્માન ને ઇજા પહોંચાડવની કોશિશ કરતું હોય એવું લાગે. તમે આજે વિદેશમાં સ્થાયી થવા માટે વિચારી શકો છો. ઉતાવળિયા નિર્ણય લેવા નહીં.
વૃશ્ચિક :- ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તમને સફળતા અપાવશે. તમારી અંતઃસ્ફુરણા તમને આજે સાચી સલાહ આપશે. હિતેચ્છુઓ અને ઈર્ષ્યાળુ વચ્ચે ફરક શીખવાડશે. અણધારી રીતે મનની ઇચ્છાઓ પૂરી થાય. ભાગ્યનો સંપૂર્ણ સાથ સહકાર રહે.
ધનુ :- તમારા વિકાસમાં મદદરૂપ થાય તેવી કોઈ વ્યક્તિ જોડે આજે મુલાકાત થાય. આજે વિકાસની તકો સામેથી મળશે. તમે આજે કારકિર્દી અંગે ગંભીરતાપૂર્વક વિચારશો. બધું સારું હોવા છતાં પણ મનમાં એક અજાણ્યો ડર રહે.
મકર :- તમે આજે દરેક વસ્તુને હકારાત્મક રીતે જોશો. દરેક વસ્તુને ઈશ્વરની ઇચ્છા તરીકે લેશો. તમારા પિતાના આશીર્વાદ થી કાર્યોમાં સફળતા મળે. કોઈ ધાર્મિક પ્રસંગ નું આયોજન કરી શકો છો. જીવનસાથીનો સહયોગ રહે.
કુંભ :- દરેક કાર્ય અટકી અટકીને પૂરા થાય. ભાગ્યનું બળ ઓછું પડતું હોય એવું લાગે. પોતાના માટે જ અસંતોષ રહે. તમારા સસરા પક્ષોની વ્યક્તિઓ તમને મદદરૂપ થઈ શકે છે. આજે ગાયને ચારો નાખવો તમારા માટે સારો રહેશે.
મીન :- સંબંધોમાં મધુરતા આવે. જીવનસાથીનો સાથ સહકાર રહે. લગ્ન લાયક યુવક-યુવતીને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા સંતાન તમારા વ્યાપારિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય. જુના સાચવેલા સંબંધો આજે તમને કામ લાગશે.