આજ નું પંચાગ
તારીખ :- ૧૬ જૂન ૨૦૨૨
વાર :- ગુરુવાર
તિથિ :- જેઠ વદ બીજ
રાશી :- ધનુ
નક્ષત્ર :- પૂર્વ શાઢા
યોગ :- બ્રહ્મા
કરણ :- સવારે ૯:૪૪:૨૮ સુધી ગરજ, ત્યારબાદ વણીજ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે તમે ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી શકશો. તમારી અને તમારા સહકર્મચારીઓ વચ્ચે તાલમેલ સારો રહે. સમજણ શક્તિ વધે. તેમ છતાં આળસ તો રહે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સફળતા મળી શકે છે.
વૃષભ :- બગડેલા કાર્ય આજે સુધરી શકે છે. સાંજ પછી ધીમે ધીમે સારું થવા લાગશે. તેમ છતાં વાણી વર્તન પર કાબૂ રાખવો. તમારા કોઈક નજીક ના સબંધી જોડે વાદ વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતા ધ્યાન રાખવું. પાડવા વાગવાના યોગ બને છે.
મિથુન :- ઉત્સાહ માં આવીને મોટા વાયદા કરવા નહીં. સામા પક્ષની વાતો બરાબર ધ્યાનથી સાંભળીને કોઈ પણ નિર્ણય લેવા. અગત્યના કાર્યો સાંજ પહેલાજ કરી લેવાં. આજે જીવનસાથીનો સહયોગ પૂરેપૂરો મળે. બીઝનેસ આજે સારો થશે.
કર્ક :- આજે પ્રતિસ્પર્ધી પણ તમારો સાથ આપશે. નોકરી કરતા લોકો માટે સારો દિવસ છે. તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. તમારા કરેલા કાર્યોના વખાણ થાય. તમારા હક અને જવાબદારીઓ બંને વધશે. નોકર ચાકર નું સુખ વધે.
સિંહ :- મૂશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે ખુશ રહેશો. તમારી રચનાત્મકતા તમને એક નવો જ ઉકેલ બતાવશે. આજે સારા સમાચાર મળી શકે છે. વિધાર્થીઓ ને ભણવામાં મન ઓછું લાગે. વધારે પડતી લાપરવાહી રાખવી નહીં.
કન્યા :- તમારા ઘરના સભ્યો દ્વારા તમને સારો રસ્તો મળી શકે છે. તમારે તેમની પ્રવૃતિને ધ્યાન થી જોવાની જરૂર છે. વસ્તુઓને થોડી હળવાશથી લેશો તો તમે જિંદગીનો આનંદ ઉઠાવી શકશો. તમારુ આરોગ્યમાં સાંજ પછી સુધારો જણાય.
તુલા :- સોશિયલ મીડિયા પર તમારી કરેલી કોમેન્ટ વધારે ધ્યાનમાં આવે. તમે આજે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ પણ રહેશો. જાહેરાત કરવા માટે આજે યોગ્ય દિવસ છે. તમારી લોકપ્રિયતા વધી શકે છે. મિત્રો અને ભાઈ બહેન ને સાથે રાખવા.
વૃશ્ચિક :- ખૂબ આત્મવિશ્વસપૂર્વક તમે આગળ વધશો. આજે તમે તમારા વાયદા પૂરા કરશો. ધનલાભ થઈ શકે છે. વ્યવસાલક્ષી પ્રપોઝલ મૂકવા માટે આજે યોગ્ય દિવસ છે. આજે પરિવાર ના સભ્યો તમને સહકાર આપશે. તમારી ખુશી નો ખ્યાલ રાખશે.
ધનુ :- તમારા પોતાના આરોગ્ય પર વધારે ધ્યાન આપો. ગ્રહો સૂચવે છે કે તમારે તમારી કાળજી રાખવાની જરુર છે. ભૂતકાળ ને ભૂલીને આગળ વધવું વધારે યોગ્ય છે. આજે તમારી હકારત્મકતા વધશે. તમે આજે સારા પકવાન બનાવી શકો છો.
મકર :- મનમાં અસંતોષ રહે. બધું અટકી ગયું હોય એવું લાગે. પણ સાંજ પછી સમયનું ચક્ર ફરશે. તમને જો સફળતા જોઈતી હોય તો તમારે જ મક્કમ પગલાં લેવા પડશે. બીજા ના ભરોસે બેઠા રહેવું નહી. સાંજ પછી હકારત્મક વાતાવરણ બનશે.
કુંભ :- સ્વાસ્થય સબંધી ઉતાર ચડાવ રહે. આર્થિક લાભ થઈ શકે છે. અગત્યના કર્યો સાંજ પેહલા પૂરા કરી લેવા. આજે કોઈ સારી પ્રપોઝલ આવી શકે છે. તમારા મિત્રો તમને મદદ કરશે. વિદ્યાર્થી વર્ગ માટે સારો દિવસ છે.
મીન :- આજે તમારી મહેનત સફળ થશે. વ્યાપાર સંબંધી કોઈ નવો પ્રસ્તાવ આવી શકે છે. સરકારી યોજનાઓમાં ભાગ લઈ શકો છો. સરકારી કર્મચારીઓ સાથે સારા સંબંધ રાખવા. તમને તેમનાથી લાભ થઈ શકે છે. લક્ષ્મી પ્રાપ્તિ થઈ શકે છે.