ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડ

દુનિયા માટે આજનો દિવસ યાદગાર તેમજ ચિંતાજનક રહેશે, જાણો કેમ ?

Text To Speech

આજના દિવસને ઇતિહાસ કાયમ માટે યાદ રાખશે. આજે તા.15મી નવેમ્બર 2022ના રોજ પૃથ્વી પર માનવીય વસતી 800 કરોડની સંખ્યાને પાર થઈ રહી છે. આ ઘટના સતત આપણને યાદ આવતી રહેશે સાથે જ સૌના માટે ચિંતાજનક સમાચાર છે કે આજે વિશ્વની 8 અબજનો આંક વટાવશે. હાલ ભારત ચીન પછી સૌથી વધુ વસતી ધરાવતો બીજા નંબરનો દેશ છે પણ 6 મહિનામાં જ તે ચીનને પછાડીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.

દુનિયાની વસતી 800 કરોડ પાર Hum Dekhenge News

યુએનનાં વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટમાં 2022માં કરવામાં આવેલા સુધારા મુજબ 1 જુલાઈ 2023નાં રોજ ભારતની વસતી 142.8 અબજની થશે જ્યારે ચીનની વસતી 142.5 અબજ થવાની સંભાવના છે. 2063માં ભારતની વસતી 1.69 અબજ થઈ શકે છે. ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) હાલ 2નો છે જે 2.1 હોવો જોઈએ તેનાં કરતા થોડો નીચો છે. બીજા શબ્દોમાં કહીએ તો વસતી વૃદ્ધિનાં હાલનાં દરને જાળવી રાખવા માટે જરૂર કરતા ઓછા ભારતીયો જન્મી રહ્યા છે. યુએનનાં જણાવ્યા મુજબ 2023માં ભારતનો TFR 2થી નીચો જશે. જ્યારે વિશ્વનો TFR 2.31 થશે.

Hum Dekhenege News (38)

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાઇટેડ નેશન્સ)ના આંકડા મુજબ 1974માં વિશ્વની કુલ વસતી 4 અબજ હતી ત્યાર પછી 48 વર્ષમાં વિશ્વની વસતી બમણી થઇ ગઇ છે. સમગ્ર પૃથ્વી પરના દેશોમાં આગામી કેટલાક દાયકાઓ સુધી વિશ્વની વસતી સતત વધતી જોવાશે, પરંતુ પછી વસતીમાં ઘટાડો થશે જે મોટાભાગે ઓછા મૃત્યુ અને આયુષ્યમાં વધારાને કારણે આવશે.

આ પણ વાંચો : એલોન મસ્ક G20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે ! આ મુદ્દાઓ પર ચર્ચા

આપણે અત્યારે 8-બિલિયન વસતીન આંક પર છીએ, અને વર્ષ 2100 દરમિયાન 10 બિલિયનને વટાવીશું, પરંતુ યુએનના વસ્તી અંદાજ ડેટા અને ઘણા નિષ્ણાતો સંમત છે કે વિશ્વની વસતી કાયમ માટે વધશે નહીં. આ સદીમાં અમુક સમયે, વસતી ટોચ પર આવશે અને ત્યારબાદ ઘટાડો શરૂ થશે.

Back to top button