આજે શુક્ર સુર્યની યુતિથી બનશે રાજભંગ યોગઃ જાણો કઇ રાશિને થશે ફાયદો
- 7 ઓગસ્ટે શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે
- કર્ક રાશિમાં સુર્ય અને શુક્ર ભેગા થઇ રચશે રાજભંગ યોગ
- સુર્ય અને શુક્ર એકબીજાના શત્રુ માનવામાં આવશે
ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર દેવ 7 ઓગસ્ટે એટલે કે આજે કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં પહેલેથી જ ગ્રહોના રાજા સુર્યદેવ હાજર છે. વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિમાં સુર્ય અને શુક્રના હોવાથી રાજભંગ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે, કેમકે સુર્ય અને શુક્ર બંને એકબીજાના શત્રુ માનવામાં આવે છે.
કર્ક રાશિમાં શુક્ર અને સુર્યની યુતિથી બનેલા રાજભંગ યોગનો પ્રભાવ દેશ દુનિયા સહિત 12 રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓ માટે રાજભંગ યોગ અત્યંત ફળદાયી સાબિત થશે. કેટલીક રાશિઓએ પરેશાનીઓનો સામનો કરવો પડશે. તો જાણો શુક્ર સુર્યની યુતિથી બનેલો રાજભંગ યોગ કઇ રાશિઓ માટે કેટલો ફાયદાકારક છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શુક્ર અને સુર્યની યુતિથી બનેલો રાજભંગ યોગ ફાયદાકારક રહેશે. આ દરમિયાન તમે માતા પિતા સાથે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. જુના રોકાણમાંથી લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરિયાત વર્ગની કરિયર સારી રહેશે. મોટા લોકો સાથે સંબંધો સારા રહેશે. જુના રોગમાંથી મુક્તિ મળશે અને આરોગ્યની પ્રાપ્તિ થશે. જો તમે વાહન કે જમીન ખરીદવા ઇચ્છો છો આ સમય અનુકુળ છે. લાભ પ્રાપ્તિ માટે તમારા દ્વારા કરાયેલા પ્રયાસો સફળ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે સુર્ય અને શુક્રની યુતિથી બનેલો રાજભંગ યોગ શુભ અને ફળદાયી સાબિત થશે. આ દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. તેના કારણે તમારી પ્રતિષ્ઠા વધશે. કોઇ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારા અટકેલા નાણાં મળશે. રાજભંગ યોગના પ્રભાવથી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. નોકરિયાત જાતકોને અધિકારીઓનો સહયોગ મળશે, સારી નોકરીની ઓફર મળી શકે છે. જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે. ફરવા જવાની યોજના બની શકે છે. વિદેશ જવાની ઇચ્છા રાખતા હશે તેને મોકો મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને રાજભંગ યોગનો સારો ફાયદો મળશે. આ દરમિયાન આર્થિક પડકારો દુર થશે અને ધનલાભ થશે. નવા લોકો સાથે મળીને કામ કરવાનો મોકો મળશે. જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હશો તો તમારો પ્રભાવ વધશે. સરકારી ક્ષેત્રમાં મોટો લાભ થવાના યોગ છે. પારિવારિક બિઝનેસ કરનારા લોકોનો સમય પણ અનુકુળ છે અને બિઝનેસના વિસ્તારની યોજના બનશે. બિઝનેસના પ્લાનમાં તેજી આવશે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે શુક્ર અને સુર્યની યુતિથી રાજભંગ યોગ લાભદાયક રહેશે. આ દરમિયાન તમારી સેલરીમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તમારી સાખ વધશે અને ટીમનું નેતૃત્વ કરવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રમાં તમે સારુ પ્રદર્શન કરશો. લોકોની પ્રશંસાને પાત્ર બનશો. મહત્ત્વના લોકો સાથે મુલાકાત થશે. લવ પાર્ટનર સાથે સંબંધો મજબૂત થશે .
આ પણ વાંચોઃ પાવાગઢની તળેટીમાં નિર્માણ પામેલા ‘વન કવચ’ની જાણો વિશેષતાઓ