ગુજરાતટોપ ન્યૂઝ

આજે માલધારીઓની હડતાળ, રાજ્યમાં હોબાળો મચી જશે, લોકો મૂંઝવણમાં

Text To Speech

હાલમાં રાજ્યમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં માલધારી સમાજે પણ સરકાર સામે બાયોં ચડાવી છે. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ વેચશે નહીં. તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજના આ આંદોલનના પગલે આજે દૂધનો પુરવઠો ખોરવાતા દેકારો સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

strike
strike

તો બીજી તરફ સુમુલ ડેરીના ચેરમેનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને દૂધ મળશે. તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. આ ઉપરાંત અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી કરી છે

 આ પણ વાંચો : પાલનપુર : ઉપવાસ ઉપર બેઠેલા થરાદના ધારાસભ્યની તબિયત લથડી

Back to top button