ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

આજે નવમું નોરતું: મહાનવમીના દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન કરશે મનોકામના પૂર્ણ

  • શાસ્ત્રોમાં મા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે. મા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો મા મહાલક્ષ્મી કમળ પર વિરાજમાન છે. માના ચાર હાથ છે અને હાથમાં શંખ, ગદા, કમળનું ફુલ અને ચક્ર ધારણ કરેલું છે.

નવલી નવરાત્રિનું આજે છેલ્લું નોરતું છે.  મા દુર્ગાને સમર્પિત નવરાત્રિનું પાવન પર્વ નોમના દિવસે સમાપ્ત થાય છે. આજના દિવસે મા સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે મા સિદ્ધિદાત્રી ભક્તોની મનોકામના પૂરી કરે છે અને યશ, બળ તેમજ ધન પ્રદાન કરે છે.

શાસ્ત્રોમાં મા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે. મા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો મા મહાલક્ષ્મી કમળ પર વિરાજમાન છે. માના ચાર હાથ છે અને હાથમાં શંખ, ગદા, કમળનું ફુલ અને ચક્ર ધારણ કરેલું છે. મા સિદ્ધદાત્રીને માતા સરસ્વતીનું રૂપ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નોમના દિવસે કન્યા પૂજન કરવાથી જાતકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ સ્વરૂપ છે. અન્ય આઠ દેવીઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે કરતાં ભક્તો દુર્ગાપૂજાના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે.

નોમની પૂજા વિધિ

સવારે વહેલા ઉઠી, સ્નાનાદિ બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. માની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા બાદ પુષ્પ અર્પિત કરો. માને કુમકુમનું તિલક કરો અને પાંચ પ્રકારનો ભોગ પણ લગાવો. માની આરતી કરો. નવરાત્રિની નોમના દિવસે મા સિદ્ધિદાત્રીને સીઝનલ ફ્રુટ્સ, ચણા, પુરી, ખીર, નારિયેળ અને હલવાનો ભોગ લગાવો. આમ કરવાથી મા સિદ્ધિદાત્રી પ્રસન્ન થાય છે.

આજે નવમું નોરતુઃ મહાનવમીના દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન કરશે મનોકામના પુર્ણ hum dekhenge news

કોણ છે માતા સિદ્ધિદાત્રી

ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ આઠ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિઓમાં અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ સામેલ છે. આ માતાના કારણે જ ભગવાન શિવને અર્ધનારીશ્વર નામ મળ્યું હતું, કેમકે સિદ્ધિદાત્રીના કારણે શિવજીનું અડધું શરીર દેવીનું થઇ ગયું હતું હિમાચલનો નંદા પર્વત તેમનું પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. એવી માન્યતા છે કે જે પ્રકારે આ દેવીની કૃપાથી ભગવાન શિવને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી, તે રીતે ઉપાસના કરવાથી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે.

આ છે મા સિદ્ધિદાત્રીના મંત્રો

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

બીજ મંત્ર

श्री क्लीं ह्रीं वरदायै नम:

સિદ્ધિદાત્રી કવચ

ओंकारपातु शीर्षो माँ ऐं बीजं माँ हृदयो।
हीं बीजं सदापातु नभो, गुहो च पादयो॥

ललाट कर्णो श्रीं बीजपातु क्लीं बीजं माँ नेत्र घ्राणो।
कपोल चिबुको हसौ पातु जगत्प्रसूत्यै माँ सर्व वदनो।।

આ પણ વાંચોઃ માત્ર ભારત નહિ, વિદેશોમાં પણ છે માતાની શક્તિપીઠઃ આ દેશોના નામ અચરજ પમાડશે

Back to top button