આજે મહાશિવરાત્રીનો પર્વ, વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા
- મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરાશે
- સવારે શિવજીની મહાપૂજા બાદ મહાઆરતીના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા
- નાના-મોટા બધા શિવમંદિરોમાં મહા શિવરાત્રિ મહોત્સવ ધર્મોલ્લાસ સાથે ઊજવણી
આજે મહાશિવરાત્રીનો પર્વ છે. જેમાં વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠયું છે. તેમજ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો થયો વધારો
મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરાશે
મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરાશે. આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી છે. આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરવામાં આવશે. સવારે શિવજીની મહાપૂજા બાદ મહાઆરતીના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર મહાદેવ શંકરાચાર્યનગર સહિત અન્ય સ્થળોએ મેળો ભરાશે
ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલા નાના-મોટા બધા શિવમંદિરોમાં મહા શિવરાત્રિ મહોત્સવ ધર્મોલ્લાસ સાથે ઊજવાઇ રહ્યો છે. શિવમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, વિશેષ પુજા, લઘુરૂદ્રયજ્ઞ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પર્વ નિમિતે શિવમંદિરોમાં વહેલી સવારથી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર મહાદેવ શંકરાચાર્યનગર સહિત અન્ય સ્થળોએ મેળો ભરાશે. ભકતજનો ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધ, બીલીપત્ર, શિવમહિમ્ન સ્ત્રોત પાઠ કરીને ધન્યતા અનુભવશે. આ પર્વને લઇને શિવમંદિરોને શણગારવામાં આવ્યા છે.