એક્ટર્સ પર ભડક્યા સિંગર કુમાર સાનુ, જાણો શું કહ્યુ તેમણે?
કુમાર સાનુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયકોમાંથી એક છે. 80 અને 90ના દાયકામાં ગાયેલા તેમના ગીતો સુપરસ્ટાર શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન પર ફિલ્માવવામાં આવ્યા છે. જોકે હવે કુમાર સાનુ ગીતો અને ગાયકોની પસંદગીમાં હિરોની દખલગીરીથી ખૂબ જ નારાજ છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે આજકાલ એક્ટર્સ તેમના ગીતોમાં ગાયકો નક્કી કરે છે. જેમાંથી આપણે છૂટકારો મેળવવાની જરૂર છે.
કુમાર સાનુને ગીતોમાં એક્ટર્સની દખલગીરી પસંદ નથી
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કુમાર સાનુએ કહ્યું, ‘આજના સમયમાં સારા ગીતો અને મહાન એક્ટર્સની અછત છે. આ બાબતને ઠીક કરવાની જરૂર છે. ગાયક બધા સારા અને સક્ષમ છે, પરંતુ તેની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. અમારી પેઢી નસીબદાર હતી કે અમારી પાસે બધું જ હતું. જો આજે આપણા સંગીતના દિગ્દર્શકો પશ્ચિમી સંગીત પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરશે અને આપણી ભારતીય સંગીત સંસ્કૃતિ પર વધુ ધ્યાન આપે તો આપણે આપણી જાતને વધારે બહેતર કરી શકીશું. શક્તિ નિષ્ણાતો પાસે હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું, ‘આજે એક્ટર્સ નક્કી કરી રહ્યા છે કે કયો સિંગર તેમના માટે ગીત ગાશે. આપણે આ દખલ અંદાજીથી છૂટકારો મેળવવો જોઈએ.
‘સંગીત હવે સેકન્ડરી બની ગયું છે’
કુમાર સાનુએ વધુમાં કહ્યું કે, ‘આજના સમયમાં સંગીત સેકન્ડરી બની ગયું છે. સંગીતને પ્રાયોરિટી પર રાખવું જોઈએ. આજના સમયમાં કંટેપરરી સંગીત પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે સારા સંગીત પર વધુ ધ્યાન આપવું જોઈએ.
કુમાર સાનુએ 21 હજાર ગીતો ગાયા છે
જણાવી દઈએ કે કુમાર સાનુએ હિન્દી, આસામી, મરાઠી, ભોજપુરી, નેપાળી, મણિપુરી, મલયાલમ, તમિલ, પંજાબી, તેલુગુ, અંગ્રેજી, ઉડિયા અને તેમની માતૃભાષા બંગાળી સહિત ઘણી ભાષાઓમાં લગભગ 21 હજાર ગીતો ગાયા છે.
આ પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રીને નડ્યો અકસ્માત, અભિનેત્રીએ કર્યુ ટ્વીટ