ગુજરાતટોપ ન્યૂઝ

આજે કેજરીવાલ વડોદરામાં કરશે હુંકાર, આમ આદમી પાર્ટીએ કહ્યું – હવે ભાજપ ડરી ગઈ છે

Text To Speech

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં લાગી રહી છે. આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવે છે અને ગુજરાતના લોકો નવા નવા વાયદા કરી આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલજીનો વડોદરામાં કાર્યક્રમ અને સભા ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.

ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે. કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.

આ પણ વાંચો : ગેરકાયદેસર લોન એપને લઈને સરકાર એક્શનમાં, ગુગલને નિયંત્રણમાં લેવા કહ્યું

Back to top button