આજે કાલાષ્ટમી: જિંદગીના તમામ ડર અને નેગેટિવિટીને દુર કરવા કરો કાળ ભેરવની પુજા
મહા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમને કાલાષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે કાલાષ્ટમીનું વ્રત કરવામાં આવે છે. તેને કાળ ભેરવ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ભગવાન ભોલેનાથના સ્વરૂપ કાળભેરવને સમર્પિત છે. આ દિવસે કાળ ભેરવની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન ભૈરવની કૃપાથી અકાળ મૃત્યુનો ભય મટી જાય છે. નકારાત્મક શક્તિઓ દુર થાય છે. ભગવાન ભૈરવ પરાક્રમ અને સાહસનુ પ્રતિક છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે.
આ દિવસે ભગવાન ભૈરવનું સ્મરણ કરતા શમીનો છોડ રોપો. આ દિવસે સવારે કોઇ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને તર્પણ કરો. કાલાષ્ટમીના દિવસે ભગવાન ભેરવની સાથે પિતૃઓની પણ પુજા કરવામાં આવે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે માતા દુર્ગાની પણ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પુજા કરવાનું પણ વિધાન છે.
શું કરશો આજના દિવસે?
આજે ભેરવ મંદિરમાં જઇને સરસવના તેલનો દીવો કરો. જરુરિયાતમંદોની મદદ કરો. જુઠ્ઠુ ન બોલો અને કોઇનું અપમાન ન કરો. રાતે સરસવના તેલનો દિવો કરો. કાળ ભેરવની સવારી કાળા કુતરાને રોટલી ખવડાવો. ભગવાન ભેરવને ચમેલીનું તેલ અને સિંદુર અર્પિત કરો. ગુલાબની અગરબત્તીથી ધુપ કરો. ભગવાન ભેરવને મીઠા ભાતનો ભોગ ધરાવો. ભેરવ ચાલીસાનો પાઠ કરો. રાતે શંખ અને નગારા વગાડીને ભગવાન ભેરવની આરતી કરો.