આજે યોગિની એકાદશીઃ જાણો તેનું મહત્ત્વ, કેમ છે ખાસ?
- જેઠ વદ અગિયારસ એટલે યોગિની એકાદશી
- 14 જુન બુધવારના દિવસે યોગિની એકાદશી
- આએકાદશી તમામ પાપમાંથી મુક્તિ અપાવે છે
જેઠ વદ અગિયારસનો દિવસ યોગિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 14 જુન, બુધવારના દિવસે કરવામાં આવશે. વિષ્ણુ ભગવાને માનવ કલ્યાણ માટે પોતાના શરીરથી પુરુષોત્તમ મહિનાની એકાદશીઓને મેળવીને કુલ છવ્વીસ એકાદશીઓને પ્રગટ કરી હતી. તેથઈ કૃષ્ણ અને શુક્લ પક્ષમાં પડનારી આ એકાદશીઓના ગુણ અનુસાર તેમનું નામકરણ થયુ. તમામ એકાદશીઓમાં નારાયણ સમતુલ્ય ફળ આપવાનું સામર્થ્ય છે. તે પોતાના ભક્તોની કામનાઓની પૂર્તિ કરીને વિષ્ણુ લોક સુધી પહોંચાડે છે. તેમાં યોગિની એકાદશી તમામ પ્રકારના અપયશ અને ચામડીના રોગોમાંથી મુક્તિ અપાવીને જીવન સફળ બનાવવામાં સહાયક હોય છે.
યોગિની એકાદશીની પૂજા અને ફળ
આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે પીપળાના વૃક્ષની પૂજા કરવાની હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની મુર્તિને ॐ नमो भगवते वासुदेवाय મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા સ્નાન કરાવીને વસ્ત્રો પહેરાવો, ચંદન, જનોઇ, અક્ષત, પુષ્ય, ધૂપ-દીપ નૈવેધ સમર્પિત કરીને આરતી કરવી જોઇએ. પદ્મ પુરાણ અનુસાર યોગિની એકાદશી સમસ્ત પાપનો નાશ કરનારી છે. તે દેહની સમસ્ત આધિ-વ્યાધિ ઉપાધિઓને નષ્ટ કરીને સુંદર રીતે ગુણ અને યશ આપનારી છે. આ વ્રતનું ફળ 88000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના ફળ સમાન છે.
એકાદશીના દિવસે ચોખા ન ખાવા
પૌરાણિક માન્યતા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેઘાએ શરીર ત્યાગી દીધુ હતુ અને તેનો અંશ પૃથ્વીમાં સમાઇ ગયો હતો. જે દિવસે મહર્ષિ મેઘાનો અંશ પૃથ્વીમાં સમાયો તે એકાદશી તિથિ છે. તેમને જીવ રૂપી માનીને એકાદશીના દિવસે ભોજનના રૂપમાં ચોખા ગ્રહણ કરવાની મનાઇ ફરમાવાઇ છે.
આ પણ વાંચોઃ G-20ના મહેમાનોએ ગંગા આરતીમાં આપી હાજરી, થયા અભિભૂત