આજે ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’, જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ
HD ન્યૂઝ, 28 મે: પીરિયડ્સ દરમિયાન બેદરકારી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 28 મેના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ આ દિવસનો ઈતિહાસ, મહત્ત્વ અને થીમ શું છે.
દર વર્ષે 28મી મે વિશ્વભરમાં ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’ તરીકે ઉજવવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’ ઉજવવામાં આવે છે. પીરિયડ્સ સ્ત્રીઓ માટે 4-5 દિવસની કુદરતી પ્રક્રિયા છે, જે દરેક સ્ત્રીને ચોક્કસ ઉંમર પછી પસાર કરવી પડે છે. આ સમયગાળા દરમિયાન, મહિલાઓએ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, જેને અવગણવાથી ક્યારેક ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન બેદરકારી વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 28 મેના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ આ દિવસનો ઈતિહાસ, મહત્ત્વ અને થીમ શું છે.
વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેનો ઇતિહાસ
‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’ની ઉજવણી સૌપ્રથમ વર્ષ 2014માં કરવામાં આવી હતી. જેની શરૂઆત જર્મન નોન પ્રોફિટ સંસ્થા WASH United દ્વારા કરવામાં આવી હતી. જે બાદ પીરિયડ્સ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પીરિયડ્સ દરમિયાન કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને કઈ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ તમામ મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવાનાં હેતુથી દર વર્ષે 28મી મેના રોજ ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’ ઉજવવામાં આવે છે.
વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેનું મહત્ત્વ
28મીએ ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે’ ઉજવવા પાછળનું વિશેષ મહત્ત્વ છે. ખરેખર, મોટાભાગની સ્ત્રીઓ અને છોકરીઓને દર મહિને 5 દિવસ પીરિયડ્સ આવે છે. પીરિયડ્સ ચક્રનો સરેરાશ અંતરાલ પણ 28 દિવસનો હોય છે. આ જ કારણ છે કે આ દિવસ દર વર્ષે 28 તારીખે ઉજવવામાં આવે છે.
વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની 2024 થીમ
આ વર્ષે મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે 2024ની થીમ #PeriodFriendlyWorld રાખવામાં આવી છે. તે પહેલાં વર્ષ 2023માં આ દિવસની થીમ ‘મેકિંગ મેન્સ્ટ્રુએશન એ નોર્મલ ફેક્ટ ઓફ લાઈફ બાય 2030’ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રકચર બૂમ: નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી રહેવા માટે બનશે વધુ સારું શહેર