ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજે વર્લ્ડ હિયરિંગ ડે : યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક

Text To Speech
  • વિશ્વ શ્રાવણ દિવસની આજે ઉજવણી કરાઇ
  • રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે
  • કોરોના બાદ હવે બહેરાશનું જોખમ વધ્યું

આજે વર્લ્ડ હિયરિંગ ડે છે. જેમાં મોબાઈલ- હેડફોનનો વધુ ઉપયોગ ટાળવા નિષ્ણાતોની સલાહ છે. તેમજ કોરોના બાદ હવે બહેરાશનું જોખમ વધ્યું છે. તેમાં 15% જેટલા લોકો પીડિત છે. યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. જો કાનને અસર કરે તો શ્રાવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદનો માર, જાણો કયા સૌથી વધુ પડ્યુ માવઠુ

વિશ્વ શ્રાવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે

વિશ્વ શ્રાવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે. રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ઇએનટી વિભાગના તબીબોના કહેવા પ્રમાણે કુલ વસ્તીના 15% લોકો એક અથવા તો બીજા પ્રકારે બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોના મહામારી પછી યુવાનોમાં ભાગ્યે જ જોવા મળતી એક કાને બહેરાશ અચાનક જ વધી છે, કોવિડ પહેલા આવા કેસ છ મહિને એકાદ આવતા હતા, જોકે હવે મહિને 15 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: જો જો જોબની લાલચમાં ના ફસાતા, ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીના નામે રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ 

સતત મોબાઈલ, હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ

તબીબોનું કહેવું છે કે સતત મોબાઈલ, હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ, મોબાઈલ ફોન ઉપર સતત વ્યસ્ત રહેવું, હેડફોન વગેરે ઊંચા આવજે સાંભળવાની ટેવ પણ બહેરાશની સમસ્યા નોતરી શકે છે, કોરોનામાં વર્ક ફ્રોમ હોમ, હેડફોનનો વધુ પડતો વપરાશ જેવી બાબતો બહેરાશના વધુ કેસ માટે કારણભૂત મનાય છે. તબીબોના મતે સિવિયર કોવીડ થયો હોય તે લોકોને થ્રોમબોસીસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈપણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરીમાં અવરોધરૂપ બને છે. જો કાનને અસર કરે તો શ્રાવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે.

Back to top button