આજે ‘વિશ્વ પૃથ્વી દિવસ’: લોકો પર્યાવરણ અને પૃથ્વીનું જતન કરે તે માટે 1970થી 22મી એપ્રિલે ઉજવાય છે ‘વર્લ્ડ અર્થ ડે’


દર વર્ષે 22મી એપ્રિલના દિવસે ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવામાં આવે છે. લોકો કુદરતે આપેલી અમૂલ્ય ભેટ કહી શકાય તેવી પૃથ્વીને બચાવવા માટે પ્રયત્નો કરે અને લોકોની જનજાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. લોકો તેની સુરક્ષા માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય છે.
1970થી ઉજવણીની શરૂઆત થઈ
પ્રથમ વખત પૃથ્વી દિવસ વર્ષ 1970માં ઉજવવામાં આવ્યો હતો. US સેનેટર ગેલોર્ડ નેલસન દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અંદાજે 20 મિલિયન લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે ઊતરી આવ્યાં હતા. લોકો પૃથ્વીને બચાવવા માટે અને પર્યાવરણને નુકસાન પહોંચતું અટકાવવા માટે શેરીઓમાં ભેગા થઈ વિરોધ કર્યો હતો. ત્યારથી 22મી એપ્રિલના દિવસે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે.
પૃથ્વી દિવસ ઉજવવાનું વૈશ્વિક સ્તરે આયોજન
અર્થ ડે ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક સ્તરે ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. આ એક નોન-પ્રોફિટેબલ સંસ્થા છે જે પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે કામ કરે છે. અગાઉ આ સંસ્થા અર્થ ડે નેટવર્ક તરીકે ઓળખાતી હતી.