આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’: નવી ટેક્નોલોજીના યુગ હજુ પણ નથી વિસરાઈ બ્રેઈલ લિપિ !
4 જાન્યુઆરી ને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામા આવે છે. તેની ઉજવણી ખાસ એવા બાળકો માટે કરવામાં આવે કે દૃષ્ટિહીન હોય છે. કહેવાય છે કે ભગવાન જ્યારે શરીર માં એક ખામી આપે ત્યારે તેની સામે કઈંક એવી શક્તિ પણ આપતા હોય છે. માટે બ્રેઈલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે દરવર્ષે ‘વિશ્વ બ્રેઇલ દિવસ’ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : દેશભરમાં શીતલહેર, ગુજરાતમાં પણ પવન સાથે ઠંડીનો પારો નીચે ગયો
તો હવે આપણને પ્રશ્ન થાય કે વિશ્વ બ્રેઈલ દિવસ કેમ 4 જાન્યુઆરીના રોજ ઉજવામાં આવે છે. દુનિયાભરમાં કરોડો લોકો એવા છે કે જે સંપૂર્ણ રીતે અંધ છે, તો કેટલાક લોકો એવા પણ છે કે જેઓ એ આકસ્મિક રીતે દ્રષ્ટિ ગુમાવી હોય છે. પ્રજ્ઞાચક્ષુઓને સાક્ષર અને સક્ષમ બનાવવામાં બ્રેઈલ લિપિએ ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી વોઈસ આસિસ્ટન્ટ જેવી ટેકનોલોજીના આવવાથી બ્રેઇલ લિપિ વિસરાતી જાય છે.
વોઈસ આસિસ્ટન્ટ નવી ટેક્નોલોજી
જ્યારે વોઈસ આસિસ્ટન્ટ જેવી ટેકનોલોજી ન હતી ત્યારે આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને શાળાઓમાં બ્રેઈલ લિપિ દ્વારા જ ભણાવવામાં આવે છે. ત્યારબાદ કોલેજમાં અભ્યાસક્રમ લાંબો હોવાથી તેમજ આજકાલ અવાજ સહાયક ટેકનોલોજી ઉપલબૃધ હોવાથી વિદ્યાર્થીઓને ઓડિયો માધ્યમથી ભણાવવામાં આવે છે. ઓડિયો ટેકનોલોજી ઉપયોગમાં સરળ હોવાથી મોટાભાગના પ્રજ્ઞાચક્ષુઓ ઓડિયો માધ્યમ તરફ વળવા લાગ્યા છે. પરંતુ ઓડિયો માધ્યમમાં વિરામચિન્હો અને વ્યાકરણની ચોકસાઈ બ્રેઈલ લિપિ કરતા ઓછા પ્રમાણમાં હોય છે. જેથી ભાષામાં વિરામચિન્હો અને વ્યાકરણનું મહત્વ જળવાઈ રહે તે માટે આધુનિક યુગમાં પણ બ્રેઇલ લિપિનો ઉપયોગ થાય તે જરૂરી માનવામાં આવે છે.
આ પણ વાંચો : દેશભરમાં શીતલહેર, ગુજરાતમાં પણ પવન સાથે ઠંડીનો પારો નીચે ગયો
બ્રેઈલ લિપિમાં સૂચનો
પ્રજ્ઞાચક્ષુઓ માટે કેટલીક જાહેર જગ્યાએ બ્રેઈલ લિપિમાં સૂચનો પણ લખવામાં આવે છે. હાલમાં લિફ્ટમાં ફ્લોર નંબર દર્શાવતા બટનો પણ બ્રેઇલ લિપિમાં બનાવેલા જોવા મળે છે. તેમજ કેટલીક જગ્યાએ જાહેર શૌચાલયની બહાર મહિલા અને પુરૂષ દર્શાવતા ચિન્હો પણ બ્રેઈલ લિપિમાં લખવામાં આવે છે. ઉપરાંત મોનોપોલી, ઉનો, લુડો અને સાપસીડી જેવી કેટલીક બોર્ડ ગેમ્સ પણ ખાસ બ્રેઈલ લિપિમાં બનાવવામાં આવે છે. સાથે જ કેટલીક જગ્યાએ એટીએમમાં આંકડાઓ બ્રેઈલ લિપિમાં લખેલ હોય છે.
હવે બસના સીટી નંબર પર બ્રેઈલ લિપિની જરૂર
આ ઉપરાંત હવે ટ્રેનની જેમ બસમાં પણ સીટ નંબર બ્રેઈલ લિપિમાં લખવામાં આવે છે જેથી તેમને સરળતા રહે. સાથે જ જો ઐતિહાસિક સ્થળો પર ત્યાંનો ઇતિહાસ બ્રેઈલ લિપિમાં લખવામાં આવે તેમજ ચીજ વસ્તુઓના પેકિંગ પર જરૂરી બાબતો બ્રેઈલ લિપિમાં લખવામાં આવે આ પ્રજ્ઞાચક્ષુ લોકોને ખૂબ મદદ મળી રહે.