આજે જેઠ મહિનાની વિનાયક ચતુર્થીઃ બની રહ્યો છે શુભ સંયોગ
- જેઠ મહિનાની વિનાયક ચતુર્થી 23 મે મંગળવારના રોજ
- આ દિવસે મંગળવારનું વ્રત હોવાથી હનુમાનજીની પૂજાનું પણ મહત્ત્વ
- ગણેશજીની પૂજાનો સમય સવારે 10.56થી બપોરે 1.40 નો રહેશે
જેઠ મહિનાની વિનાયક ચતુર્થી આજે 23મી મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશજીનું વ્રત કરવાથી વ્યક્તિને ધન, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત રાખવાનું તેમજ ભગવાન ગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આમ કરવાથી જીવનમાં સુખ, શાંતિ-ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થાય છે. આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે.
આજના દિવસે ગણેશજીના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે વ્રત કરનારી વ્યક્તિ સિદ્ધિ વિનાયકની ઉપાસના કરે તો સમસ્ત કાર્ય સિદ્ધ થઇ જાય છે અને તેમાં કોઇ રુકાવટ આવતી નથી.
વિનાયક ચતુર્થીના મુહુર્ત
જેઠ મહિનાના શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી 22 મે, 2023ના રોજ રાતે 11.18 વાગ્યે શરૂ થશે. તે 24 મે 2023ના રોજ સવારે 12.57 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર જેઠ વિનાયક ચતુર્થી વ્રત 23 મેના રોજ માન્ય રહેશે. આ દિવસે ગણેશજીની પૂજા બપોરના સમયે કરવામાં આવશે. ગણેશજીની પૂજાનો સમય સવારે 10.56થી બપોરે 1.40 નો રહેશે.
ગણપતિ અને હનુમાનજીની પૂજાનો સંયોગ
આ વર્ષે વિનાયક ચતુર્થી પર અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે જેઠ મહિનામાં ત્રીજુ મોટુ મંગળવારનું વ્રત પણ રાખવામાં આવશે. આવા સંજોગોમાં ગૌરી પુત્ર ગણેશ અને બજરંગબલીના આશીર્વાદથી સાધના તમામ કષ્ટ દુર થઇ જશે. રાહુ-કેતુથી મુક્તિ મેળવવા માટે ગણપતિની પૂજા અને મંગળ દોષના દુષ્પ્રભાવને ઘટાડવા માટે હનુમાનજીની પૂજા અચુક માનવામાં આવે છે. તેનાથી તમામ કષ્ટ દુર થઇ જાય છે. વ્રત રાખીને રાતે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
ચંદ્રમાને અર્ઘ્ય આપવાનુ શુભ મુહુર્ત
વિનાયક ચતુર્થી 22 તારીખ રાતે 11.55થી શરૂ થઇ રહી છે અને 24 તારીખ સુધી સવારે સમાપ્ત થશે, તેથી 23 તારીખે ગણેશ ચતુર્થી ઉજવાશે. ચંદ્રને અર્ઘ્ય આપવા માટેનો સમય રાતે 10.49 વાગ્યાથી રાતે 11.33 મિનિટ સુધી રહેશે.
આ પણ વાંચોઃ દેશી લૂકમાં દેખાયા વિક્કી અને સારા..જુઓ રાજસ્થાન મુલાકાતની તસવીરો