ટ્રેન્ડિંગધર્મ

આજે અધિકમાસની વિનાયક ચતુર્થીઃ 19 વર્ષ બાદ બન્યો ખાસ સંયોગ

Text To Speech
  • ચતુર્થી તિથિના સ્વામી ગણેશજી છે.
  • અધિકમાસ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે.
  • શ્રાવણ શિવજીનો પ્રિય મહિનો છે

વિષ્ણુ ભગવાનનો પ્રિય અધિક માસ 18 જુલાઇ 2023થી શરૂ થઇ ચુક્યો છે. હિંદુ કેલેન્ડર અનુસાર દરેક મહિનાની અમાસ બાદ આવનારી શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. શ્રાવણમાં અધિકમાસની ચતુર્થી 19 વર્ષ બાદ આવી છે, તેથી આ વર્ષે અધિકમાસની વિનાયક ચતુર્થી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે 21 જુલાઇ, 2023ના રોજ અધિક શ્રાવણમાં આવનારી વિનાયક ચતુર્થી છે

ચતુર્થી તિથિના સ્વામી ગણેશજી છે. અધિકમાસ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. શ્રાવણ શિવજીનો પ્રિય મહિનો છે. આવા સંજોગોમાં અધિકમાસની ચતુર્થી તિથિનું વ્રત કરનારી વ્યક્તિને વિષ્ણુ ભગવાન, શિવજી અને ગણેશજી એમ ત્રણેય દેવતાના આશીર્વાદ મળશે. અધિકમાસની વિનાયક ચતુર્થીનું મુહૂર્ત અને મહત્ત્વ જાણો

આ છે શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર અધિક માસની વિનાયક ચતુર્થી 21 જુલાઇ 2023ના રોજ સવારે 6.58 વાગ્યે શરૂ થશે. તે 22 જુલાઇ 2023ની સવારે 9.26 વાગ્યે તેનું સમાપન થશે. વિનાયક ચતુર્થી ગણેશજીની જન્મ તિથિ છે. ગણેશજીનો જન્મ મધ્યકાળમાં થો હતો તેથી વિનાયકચતુર્થીની પૂજા દિવસે કરવામાં આવે છે. ગણેશપૂજાનું શુભ મુહૂર્ત 11.05થી બપોરે 1.50 સુધી છે.

આજે અધિકમાસની વિનાયક ચતુર્થીઃ 19 વર્ષ બાદ બન્યો ખાસ સંયોગ

અધિક માસની વિનાયક ચતુર્થીનું મહત્ત્વ

અધિકમાસ દર 3 વર્ષે આવે છે. તેથી આ મહિનામાં દરેક વ્રત અને તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે અધિકમાસમાં કરેલા ધાર્મિક કાર્યોનું કોઇ અન્ય મહિના કરતા દસ ગણુ ફળ મળે છે. પુરાણો અનુસાર ગણેશજીની પૂજા કરનારને કદી ધનની કમી આવતી નથી. સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. વિનાયક ચતુર્થીના વ્રતના પ્રભાવથી દરેક સંકટ અને બાધા દુર થાય છે.

વિનાયક ચતુર્થીની પૂજા વિધિ

અધિક મહિનામાં વિનાયક ચતુર્થી પર બપોરે પૂર્વ દિશા તરફ મો કરીને ભગવાન ગણપતિની પૂજા અર્ચના 108 દુર્વાની પાનથી કરો. ગાયના ઘીનો દીવો કરીને ગણેશજીના મંત્ર वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदाનો જાપ કરો. એવી માન્યતા છે કે આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે.

આ પણ વાંચોઃ ચોમાસામાં ગળુ ખરાબ થઇ રહ્યુ હોય તો અપનાવો આ નુસખા

Back to top button