આજે છે વિનાયક ચોથ જાણો શું છે કથા અને મુર્હુત વિશે
- ચૈત્ર મહિનાની વિનાયક ચોથ શુભ મનાય છે
- વ્રત રાખવાથી મનોવાંચ્છિત ફળ મળે છે
- ચોથે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ
ધર્મ, 12 એપ્રિલ: દર મહીનાની શુક્લ પક્ષની ચોથ તિથી વિનાયક ચતુર્થી તરીકે મનાવવામાં આવે છે.આજનું શુભ મુર્હુત સવારના 11 કલાક ને 5 મિનિટ થી બપોરના 1 કલાક 11મિનિટનું છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ચોથ પ્રમાણે 11 એપ્રિલના બપોરના 3 કલાક ને 3 મિનિટથી લઈને 12 એપ્રિલના બપોરે 1 કલાકને 11 મિનિટ સુધી રહેશે.માન્યતા પ્રમાણે જે પણ વ્યક્તિ સાચા મનથી વિનાયક ચોથનું વ્રત રાખે છે તેની બધી મનોકામના પુરી થાય છે.
ભગવાન ગણેશની વ્રત કથા.
શિવપુરાણમાં શુક્લ પક્ષની ચોથની તિથીએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. માટે આ તિથિને વિનાયક ચોથ તરીકે ઉજવાય છે. કથા એવી છે ખે માતા પાર્વતીએ ભગવાન ગણેશને પુત્રના રુપમાં પ્રાપ્ત કરવા માટે 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું હતું.જેના ફળસ્વરુપે શુક્લ પક્ષની ચતુર્થીએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો.
વિનાયક ચોથેની પુજન વિધી
આ દિવસે સવારે વહેલા ઉઠીને પોતાનો નિત્યક્રમ પતાવ્યા પછી પવિત્ર ભાવથી ભગવાન ગણેશની પુજા કરવી જોઈએ. પુજા શરુ કરતા પહેલા ભગવાન ગણેશના મંત્ર જાપ કરવા જોઈએ. પછી ફળ, ફુલ, ચંદન, મિઠાઈ ભગવાન ગણેશના ચરણોમાં સમર્પિત કરીને ધુપ કરવો જોઈએ. ત્યાર પછી દીપક પ્રગટાવીને વિનાયક ચતુર્થીની વ્રતકથા સાંભળવી જોઈએ. કથા પછી ભગવાન ગણેશની આરતી કરીને પ્રસાદ વહેંચવો જોઈએ. આમ આ દિવસે સવારે અને સાંજે આ પ્રકારની ગણેશ પુજા કરવી જોઈએ.
સૌભાગ્ય યોગ
ચૈત્રની વિનાયક ચોથમાં સૌભાગ્ય યોગ અને રોહિણી નક્ષત્રમાંછે. આ દિવસે સૌભાગ્ય યોગ પ્રાપ્ત કરવા માટે 13 એપ્રિલના બપોરના 2થી 13એએમ સુધી છે.તેમજ રોહિણી નક્ષત્ર સવારથી મોડી રાતના 12 કલાકને 51 મિનિટ સુધી છે.
ચંદ્રોદય સમય
વિનાયક ચોથના દિવસે ચંદ્રમાની પુજા ન કરવી જોઈએ, સાથે ચંદ્રમાના દર્શન પણ ન કરવા જોઈએ. કારણ કે ચંદ્રમાને જોવાથી તમારી પર ખોટા આરોપો લાગી શકે છે.આજના વિનાયક ચોથના દિવસે એટલે કે 12 એપ્રિલે ચંદ્રોદયનો સમય સવારે 8 કલાક 19 મિનિટે થશે અને ચંદ્રાસ્ત રાતે 11 વાગે થશે.આ સમયમાં ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ.
આ પણ વાંચો: હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ બનવા માંગતા હોય તેમણે પહેલા પરવાનગી લેવી પડશે, ગુજરાત સરકારે જાહેર કર્યો પરિપત્ર