આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો શું છે કારણ ?
આજે 22 ડિસેમ્બર છે. આજનો દિવસ સૌથી નાનો છે. આજના દિવસે પ્રકાશ માત્ર 10 કલાક અને 41 મિનિટ સુધી જ રહેશે. આખા વર્ષમાં ચાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. જેમાં 22 ડિસેમ્બર સૌથી નાનો દિવસ છે. જયારે 21જુને સોથી લાંબો દિવસ હોય છે. આજ રીતે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બંને દિવસ અને રાત્રિનો સમયગાળો સમાન હોય છે.
આજે 13 કલાક અને 19 મિનિટ લાંબી રાત
22 ડિસેમ્બર આ વર્ષનો સૌથી નાનો દિવસ છે. આની પાછળ ખગોળીય કારણો રહેલા છે. આજનો દિવસ 10 કલાક 41 મિનિટનો અને રાત 13 કલાક 19 મિનિટની રહેશે. સામાન્ય રીતે પ્રકાશ અને અંધકારનો સમય તમારા સ્થાન પર રાખે છે. 22 ડિસેમ્બર, 2022ના રોજ સૂર્યની આસપાસ પૃથ્વીની પરિક્રમા સમયે સૂર્ય મકર રાશિના ઉષ્ણકટિબંધ પર સ્થિર રહશે. મકર રાશિના ઉષ્ણકટિબંધ પર સ્થિર થવાથી, દક્ષિણ ગોળાર્ધામાં દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને ઉત્તરીય ગોળાર્ધમાં ટૂંકો હશે.
આ કારણે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દિવસ સૌથી ટૂંકો જ્યારે રાત સૌથી લાંબી થશે. જો મધ્ય ભારતની વાત કરીએ તો ત્યાં સૂર્યોદય સવારે 7.05 વાગ્યે થશે. અને સાંજે 5.46 મિનિટે સૂર્ય આથમશે. એટલે કે દિવસનો સમય 10 કલાક 41 મિનિટ અને રાત્રિનો સમય 13 કલાક 19 મિનિટનો હશે.
આ પણ વાંચો : અમદાવાદ: રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છે, ‘ગોગો’ પાઇપ તથા અન્ય ચીજો મળી – કોંગ્રેસ નેતા
શું છે કારણ ?
આ દિવસે સૂર્યપ્રકાશનો કોણ દક્ષિણ તરફ 23 ડિગ્રી 26 મિનિટ 17 સેકન્ડ માટે રહેશે. તેમજ આવતા વર્ષે, 21 માર્ચના રોજ સૂર્ય વિષુવવૃત્ત પર હશે તેથી આ દિવસ દરમિયાન દિવસ અને રાત સમાન સમયના હશે. જેને અંગ્રેજીમાં વિન્ટર સોલ્સ્ટીસ કહે છે. આ Solstice શબ્દ એ લેટિન શબ્દ છે જે solstim પરથી આવ્યો છે. લેટિન શબ્દ સોલનો અર્થ સૂર્ય થાય છે જ્યારે સેસ્ટેરનો અર્થ થાય છે સ્થિર થવું. આ બે શબ્દોને જોડતા તેનો અર્થ થાય છે સૂર્યનું સ્થિર રહેવું.
આ કુદરતી પરિવર્તનને કારણે 22મી ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે. અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ 23.5 ડિગ્રી પર નમેલી છે. પૃથ્વી તેની ધરી પર નમેલી હોવાને કારણે તેના પરિભ્રમણને કારણે સૂર્યના કિરણો એક જગ્યાએ વધુ અને બીજી જગ્યાએ ઓછા પડે છે.
આ પણ વાંચો : WhatsAppના આ ફીચર્સ જે તમારા મેસેજિંગ અનુભવને બદલશે
તમને જણાવી દઈએ કે, શિયાળાના અયનકાળના સમયે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યપ્રકાશ વધુ હોય છે. તે જ સમયે, ઉત્તર ગોળાર્ધમાં ઓછો સૂર્યપ્રકાશ જોવા મળે છે. આ કારણથી આ દિવસે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે અહીં દિવસ લાંબો થાય છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં આજથી ઉનાળાની શરૂઆત થશે.