ટ્રેન્ડિંગધર્મયુટિલીટી

આજે સપ્તમીનું શ્રાદ્ધ: જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Text To Speech

પિતૃ પક્ષની 10મી સપ્ટેમ્બર 2022થી શરુઆત થઈ ચૂકી છે. આજે 16 સપ્ટેમ્બરેને 12 વાગ્યા પછી સપ્તમી એટલે કે સાતમનું શ્રાદ્ધ છે. તિથિ પ્રમાણે પિતૃ પક્ષના 16 દિવસોમાં તિથિ અનુસાર દરરોજ શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે પિતૃ પક્ષનો સાતમો દિવસ છે, તેથી આ દિવસે સપ્તમી શ્રાદ્ધ કરવામાં આવે છે . જેમાં સપ્તમી તિથિના રોજ મૃત્યુ પામેલા પરિવારના સભ્યો માટે સપ્તમી શ્રાદ્ધ કરવામાં આવે છે, આમાં શુક્લ અને કૃષ્ણ પક્ષ સપ્તમી બંનેનો સમાવેશ થાય છે. સપ્તમી તિથિ શ્રાદ્ધ પર રવિ યોગનો સંયોગ બની રહ્યો છે.સપ્તમી શ્રાદ્ધ પર પૂર્વજોની આત્માની શાંતિ માટે કેવી રીતે વિધિ કરવી? સપ્તમી શ્રાદ્ધનું મુહૂર્ત શું છે અને શ્રાદ્ધ કર્મની પદ્ધતિ શું છે? તેના વિશે જાણી લઈએ

સપ્તમી શ્રાદ્ધનું મુહૂર્ત
પિતૃ પક્ષ શ્રાદ્ધ, પર્વ શ્રાદ્ધ છે અને તેને કરવા માટેનો શુભ સમય કુતુપ મુહૂર્ત અને રોહિના મુહૂર્ત છે. આ બે શુભ મુહૂર્ત બાદ બપોરના અંત સુધી મુહૂર્ત ચાલુ રહે છે. સપ્તમી શ્રાદ્ધ 16 સપ્ટેમ્બર 2022, શુક્રવારે છે, તેથી આજે
સપ્તમી તિથિ શરૂ થાય – 16 સપ્ટેમ્બર, 2022 બપોરે 12:19 વાગ્યેથી
સપ્તમી તિથિ સમાપ્ત – 17 સપ્ટેમ્બર, 2022 બપોરે 02:14 વાગ્યે

સપ્તમી પર શ્રાદ્ધ મુહૂર્ત

કુતુપ મુહૂર્ત – 12:09 PM થી 12:58 PM, સમયગાળો: 49 મિનિટ
રોહિના મુહૂર્ત – 12:58 PM થી 01:47 PM, સમયગાળો: 49 મિનિટ
અપરાહણ મુહૂર્ત – 01:47 PM થી 04:13 PM, અવધિ: 02 કલાક 27 મિનિટ

સપ્તમી શ્રાદ્ધ મુહૂર્ત
જે પિતૃઓની સપ્તમી તિથિ પર શ્રાદ્ધ કરી રહ્યા છે, તેમના શ્રાદ્ધ માટે નદીના કિનારે શ્રાદ્ધ કરવું જોઈએ.જો તમે ગંગા નદીની નજીક રહો છો, તો ગંગાના કિનારે કર્મ કરવાનું વધુ સારું રહેશે.આ દિવસે બ્રાહ્મણોને ઘરે ભોજન કરાવો અને ત્યારબાદ તેમને દક્ષિણા આપીને આશીર્વાદ લો.બપોરે પૂજા કર્યા પછી પાણીથી તર્પણ કરો અને પછી ભોગના 4 ભાગ કરો. એક ભાગ ગાયને, બીજો કૂતરાને, ત્રીજો કાગડાને અને ચોથો ભાગ અગ્નિ દેવને અર્પણ કરો

Back to top button