ટ્રેન્ડિંગધર્મવિશેષ

આજે અધિક શ્રાવણ માસની પૂનમઃ દરેક અડચણો દુર કરવા કરો આ ઉપાય

  • અધિક શ્રાવણ માસની પૂનમ પર મંગળા ગૌરી વ્રતનો સમન્વય
  • આજે શિવ પાર્વતીની સાથે સાથે વિષ્ણુ ભગવાનની પણ પૂજા
  • દાંપત્ય જીવનમાં મીઠાસ લાવવા અપનાવો પૂનમના ઉપાય

આજે 1 ઓગસ્ટના દિવસે અધિક શ્રાવણ માસની પૂનમ છે. અધિક શ્રાવણ માસનો આરંભ 18 જુલાઇથી થયો હતો. આ મહિનો 16 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આમ તો દરેક મહિનાની પૂનમ ખાસ હોય છે, પરંતુ અધિકમાસની પૂનમનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ ગણાવાયુ છે. અધિકમાસની પૂનમ પર ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આ ઉપરાંત પૂનમ તિથિ પર સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. જાણો અધિક શ્રાવણ પૂનમના શુભ મુહુર્ત અને વિશેષ ઉપાય.

આજે અધિક શ્રાવણ માસની પૂનમઃ દરેક અડચણો દુર કરવા કરો આ ઉપાય hum dekhenge news

મંગળા ગૌરી વ્રતનો અદ્ભૂત સંયોગ

01 ઓગસ્ટે શ્રાવણ અધિક પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે. આ ખાસ દિવસે મંગળા ગૌરી વ્રત પણ એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસે તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.

અધિક શ્રાવણની પૂર્ણિમાનું આ છે શુભ મુહુર્ત

શ્રાવણ અધિક શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 01 ઓગસ્ટના રોજ સવારે 03:51 વાગ્યાથી શરૂ થશે અને 02 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ 12:00 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શ્રાવણ અધિક પૂર્ણિમા વ્રત આજે મંગળવારના રોજ રાખવામાં આવશે. આ ખાસ દિવસે મંગળા ગૌરી વ્રત પણ મનાવવામાં આવશે.

આજે અધિક શ્રાવણ માસની પૂનમઃ દરેક અડચણો દુર કરવા કરો આ ઉપાય hum dekhenge news

દરેક સમસ્યા દુર કરશે પૂર્ણિમાના આ ઉપાય

  • શ્રાવણ અધિક પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવો અને ઘીનો દીવો કરો. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો.
  • અધિક પૂર્ણિમાના દિવસે મંગળા ગૌરી વ્રત પણ મનાવવામાં આવશે. તેથી, આ વિશેષ દિવસે દેવી ગૌરી અને ભગવાન શિવની પૂજા કરો અને કોઈપણ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને લાલ મસૂર, લાલ કપડાં, લાલ ફળ, પૈસા વગેરેનું દાન કરી શકો છો.
  • જે લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને દૂધથી અર્ધ્ય આપવું જોઇએ. આ ઉપાયથી દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે અને પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
  • જે યુવક-યુવતીના લગ્નમાં અડચણ આવી રહી છે, તેમણે પૂર્ણિમાના દિવસે માતા ગૌરીને 16 શણગાર અર્પિત કરવા જોઇએ અને સમગ્ર વિધિ-વિધાનથી તેમની ઉપાસના કરવી જોઇએ. આ ઉપાયથી લગ્નમાં આવતી અડચણો દૂર થઇ શકે છે.

આ પણ વાંચોઃ 6 વર્ષ બાદ ફરીથી ઘરોમાં ગુંજશે “એ હાલો”, TMKUCમાં દયાભાભીની રીએન્ટ્રી..

Back to top button