ગુજરાતટોપ ન્યૂઝ

તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, સંમતિ પત્ર ભર્યું નહિ હોય તો પરીક્ષા આપી શકાશે નહિ

Text To Speech

તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાનાર છે ત્યારે પરીક્ષા આપવા માંગતા ઉદ્વારો માટે સંમતિ પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપવા માંગતા હોય તેઓ આજે સવારે 11 વાગ્યા સુધી આ સંમતિ પત્ર ભરી શકશે તેવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું.

આ પણ વાંચો : ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા, અત્યાર સુધીમાં 8 ની ધરપકડ

અગાઉ 17 લાખ જેટલા ઉમેદવારોએ તલાટીઇ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા જ્યારે તેમાંથી હાલ સંમતિ પત્ર 6 લાખ જેટલા ઉમેદવારોએ જ ભર્યા છે. જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યું નહિ હોય તેમણે આ પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. એક વાર આજે આ સમય પૂરો થયા પછી તેમા કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહિ એટલે જે ઉમેદવારોએ હજુ પણ સંમતિ પત્ર ન ભર્યું હોય તો જલદીથી 11 વાગ્યા સુધીમાં ભરી દે તેવું બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button