ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ
IND vs AUS Test: આજે ફરી મેદાનમાં ઉતરશે વિરાટ અને જાડેજા, ભારતના નામે રહ્યો ત્રીજો દિવસ


અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રમાઈ રહી છે. અમદાવાદમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે પ્રથમ દાવમાં 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 59 રન અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયાથી 191 રન પાછળ છે.

આજે વિરાટ અને જાડેજા ઉતરશે મેદાનમાં
ત્રીજા દિવસે શાનદાર પર્ફોમન્સ આપનાર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા આજે ફરી પીચ પર જીતના જુસ્સા સાથે ઉતરશે અને ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પૂરો કરવાનો પ્રયાસ કરશે. જે રીતે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જુસ્સામાં જોવા મળી રહ્યા છે તેને જોઈને વિરાટ કોહલી આજે શતક પૂરુ કરે તો નવાઈ નહીં તેમ કહી શકાય તો રવિન્દ્ર જાડેજા પણ સારો સ્કોર બનાવી શકે છે.