ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓના ધામા, અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ

Text To Speech
  • આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું
  • આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ
  • 33 જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખી વિરોધ પ્રદર્શન કર્યું

આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. આજે સોમવારે 33 જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખી વિરોધ પ્રદર્શન કર્યું છે.

આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો

આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી.

આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું

આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: 4 જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ, ખેડૂતોમાં ચિંતા 

Back to top button